- GUJARAT NEWS, slider news, Trending News

રોડ શો, રેલી અને ભવ્ય સ્વાગતઃ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતના કાર્યક્રમનું આખુ લિસ્ટ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવશે અને દિલ્હી, અમદાવાદ-આગરાની મુલાકાત લેશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પહેલી ભારત મુલાકાતે આવી રહ્યા છે જેમના સ્વાગત માટે અમદાવાદ તૈયાર છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સંબોધન કરશે. આ સિવાય બંને નેતા એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો કરશે. અમેરિકન રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાત દરમિયાન શું ખાસ રહેશે તેના પર એક નજર …

  • અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમનું નામ હવે ‘કેમ છો ટ્રમ્પ’ ને બદલે ‘નમસ્તે ટ્રમ્પ’ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદના વહીવટીતંત્રે તેની પુષ્ટિ કરી છે અને પોસ્ટરો પણ જાહેર કર્યા છે. આ પ્રોગ્રામ 24 ફેબ્રુઆરીએ યોજાશે, જે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસનો પહેલો શો હશે.
  • યુએસ રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો લગભગ 7 કિ.મી. સુધી એક રોડ શો નિકાળશે. આ સમય દરમિયાન, સમર્થકો રસ્તાની બંને બાજુ હાજર રહેશે.
  • સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા પછી, બંને નેતાઓ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે.

-આ સ્ટેડિયમના ઉદ્ઘાટન પછી અહીં નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ યોજાશે. જ્યાં બંને નેતાઓ ભાષણ આપશે. આ કાર્યક્રમ તે જ રીતે હશે જેવો અમેરિકામાં હાઉડી મોદી થયો હતો.

  • યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ અમદાવાદ, નવી દિલ્હીની મુલાકાત લેશે.

-24 ફેબ્રુઆરીએ ટ્રમ્પ અને મેલાનીયા આગ્રા જશે, જ્યાં બંને તાજમહેલની મુલાકાત લેશે. બંને લગભગ ત્રણ કલાક આગરામાં રોકાશે.

-25 ફેબ્રુઆરીએ મળેલી બેઠક દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પ દેશના મોટા ઉદ્યોગપતિ સાથે મુલાકાત કરશે.

  • શહેરમાં 10,000 સુરક્ષા કર્મીઓ, જેમાં 65 આસિસ્ટન્ટ કમિશનરો, 200 ઈન્સપેક્ટર, 800 સબ-ઇન્સ્પેક્ટર અમદાવાદ આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા હેઠળ તહેનાત કરવામાં આવશે.

-આ ઉપરાંત સમગ્ર માર્ગમાં એનએસજીની એક ટીમ તૈનાત રહેશે. તેમજ બૉમ્બ ડિટેક્ટર ટીમની ફરજ પણ લાદવામાં આવી છે.

  • 24 ફેબ્રુઆરીએ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે ત્યારે તેમના કાફલામાં 7 વિમાનો હશે. તેમાં એક એરફોર્સ વન અને અન્ય વિમાનો હશે. આ સાથે કેટલાક ચોપર્સ, માલસામાન, કાર્ગો, વાહનો આવશે.
  • અમદાવાદ-મહેસાણા ટ્રેક લગભગ દોઢ કલાક બંધ રહેશે. 24 ફેબ્રુઆરીએ સવારે 10થી સાંજના 8 વાગ્યા સુધી ટ્રેન બંધ રહેશે. આ સમયે, ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમ જશે.
0Shares