- TECHNOLOGY, Trending News

સાવધાન! શું તમે પણ ગૂગલ ક્રોમનો કરો છો ઉપયોગ?, તો વાંચો આ ખબર

જો તમે ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરમાં એક્સ્ટેંશનનો ઉપયોગ કરો છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. કારણકે ગૂગલે તેના વેબ સ્ટોરમાંથી 500 એક્સ્ટેંશન દૂર કર્યા છે જે જોખમી હતા.

રિપોર્ટ અનુસાર, આ એક્સ્ટેંશન મૈલવર્ટાઇઝિંગ અને એડ ફ્રોડ ઝુંબેશનો ભાગ હતા. આ ગૂગલ ક્રોમના વેબ સ્ટોર પર જાન્યુઆરી 2019થી હાજર હતા. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ એક્સ્ટેંશનને 2017થી ઓપરેટ કરવામાં આવી રહ્યાં છે.

સિસ્કોની ડુઓ સિક્યુરિટી એન્ડ સિક્યુરિટી રિસર્ચર Jamila Kayaએ સંયુક્ત તપાસમાં શોધી કાઢ્યું હતું કે આમાંથી 70 ક્રોમ એક્સ્ટેંશનના 17 લાખ ઈન્ટોલેશન છે. આ સિવાય કંપનીને 430 વધુ ખતરનાક એક્સ્ટેંશન મળ્યા છે અને આ બધને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે.

આવા એક્સ્ટેંશન વપરાશકર્તાઓના બિહેવિયર પર નજર રાખે છે અને તેઓ તેને સીધા હુમલાખોરોને મોકલે છે. હેકર્સ વપરાશકર્તાઓની માહિતી એકત્રિત કરી શકે છે અને તેને હેક કરી શકે છે અને દેખીતી રીતે તેમનો ખાનગી ડેટા ચોરી થવાનું જોખમ રહેલું છે.

0Shares