- Uncategorized, ગાંધીનગર

LRD ભરતી વિવાદઃ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં ફરી કોઇ નિર્ણય ના લઇ શકાયો

લોકરક્ષક દળ (LRD) ની પરીક્ષામાં અનામત વર્ગ અને બિન અનામત વર્ગ આમને-સામને આંદોલ કરી રહ્યાં છે. જેને લઇને રાજ્ય સરકારની મુશ્કેલી વધી ગઇ છે. જેને લઇને સરકાર દ્વારા આ અંગે નિર્ણય લેવા ત્રણ દિવસથી બેઠક કરવામાં આવી રહી છે.

તેમ છતાં હજી સુધી રાજ્ય સરકાર કોઇ નિર્ણય પર પહોંચી શકી નથી. આ મામલે શનિવારે (આજરોજ) મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને ફરી બેઠક મળી હતી. જે અંદાજે બે કલાક સુધી ચાલી હોવા છતાં એક મળતાં અહેવાલ મુજબ હજુ કોઇ નિર્ણય લેવાઇ શકાયો નથી.

ઉલ્લેખનીય છે કે લોકરક્ષક દળ (LRD) ની પરીક્ષા વિવાદ મામલે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ એકબીજાની સામે આવી ગયા છે. અનામત વર્ગ 2018નો GAD દ્વારા પાડવામાં આવેલો પરિપત્ર રદ્દ કરવાની માંગણી કરી રહ્યું છે.

જેમાં OBC, SC/ST ની મહિલાઓ છેલ્લા 67 દિવસથી રાજ્યના પાટનગરમાં આંદોલન કરી રહી છે ત્યારે બીજી તરફ બિન અનામત વર્ગ આ પરિપત્રમાં કોઇ સુધારો ન કરવા આંદોલન કરી રહ્યાં છે.

0Shares