- GUJARAT NEWS, પોરબંદર

પોરબંદરઃ હનુમાનગઢ ગામમાં ઝુપડામાં આગ લાગતા ત્રણ બાળકોના મોત

પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામમાં આજે ગુજરાતની બહારથી આવેલા મજૂરોના ત્રણ બાળકો ઝૂપડીમાં લાગેલી આગમાં બળીને ભડથું થઇ જતાં આ વિસ્તારના લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી.

મળતી પ્રાપ્ત વિગત અનુસાર હનુમાનગઢ ગામમાં આવેલી ઝુપડપટ્ટીમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઝુપડામાં રહેલા ત્રણ બાળકો આગની ઝપેટમાં આવી જતા ત્રણેયના મોત નિપજ્યાં હતા. ઝુપડામાં અચાનક આગ લાગતા બાળકો ગભરાય ગયા હતા અને ગભરાહટમાં બહાર નીકળી શક્યા નહોતા.

પ્રાથમિક જાણકારી મુજબ લાકડાનું ઝુપડુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો આગ લાગવાની ઘટના બનતા આસપાસના ગ્રામજનો મદદ માટે દોડીને આવ્યાં હતા પરંતુ ત્યાં સુધીમાં બાળકોએ જીવ ગુમાવી દીધો હતો. ગ્રામજનો દ્વારા પાણી છાંટી આગ પર કાબૂ મેળવવાયો હતો પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય બાળકોના મોત થઇ ગયા હતા.

જો કે આગ પર કાબૂ મેળવાતાં ગ્રામજનોએ 108 મારફત પોરબંદરની હોસ્પટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જો કે તે પહેલા જ બાળકોના મોત થઇ ગયા હતા.

ઝુપડીમાં આગ લાગી ત્યારે માતા-પિતા કામ માટે બહાર ગયા હતા અને ત્રણ બાળકો એકલા જ હતા. આગ કયા કારણોસર લાગી તે હુજ સુધી સામે આવ્યું નથી.

0Shares