- GUJARAT NEWS

રાજપીપળાઃ બજરંગ દળના કાર્યકરોએ શહીદ જવાનોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

રાજપીપળા ખાતે બજરંગ દળ નર્મદાના કાર્યકરો દ્વારા સફેદ ટાવર પાસે મીણબત્તી પ્રગટાવી પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં થોડા દિવસ પહેલા નાંદોદના આમલી ગામના શહીદ થયેલા જવાન યોગેશ વસાવાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી તમામ શહીદ જવાનો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજપીપળાના સફેદ ટાવર પાસે બજરંગ દળના કાર્યકરો તથા નગરજનો મોટી સંખ્યામાં એકત્રીત થયા હતાં અને આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ) કાફલા ઉપર હુમલો થયો હતો, જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપળા

0Shares