- Trending News, VIRAL NEWS

લો બોલો! આ મહિલાએ એક વર્ષથી નથી પીધું પાણી, હવે શરીરમાં થઈ રહ્યું છે કંઈક આવું

શું કોઈ માણસ પાણી પીધા વગર જીવતો રહી શકે છે અને તે પણ એક વર્ષ સુધી? તમે કહેશો- ના, પરંતુ ઈન્ડોનેશિયાના બાલીમાં રહેતી એક મહિલા વગર પાણી પીધે પણ જીવીત છે. તેણે છેલ્લા એક વર્ષથી પાણી નથી પીધું અને હવે તેના શરીરમાં કેટલાક હેરાન કરનારા ફેરફારો થવા લાગ્યા છે.

મહિલાનું નામ સોપી પાર્તિક(35) છે. તે વ્યવસાયે એક યોગા ટીચર અને ન્યૂટ્રીશિયનિસ્ટ છે. સોફીનો દાવો છે કે તે છેલ્લા એક વર્ષથી વગર પાણી પીધે રહે છે. તેનાથી તેના સ્વાસ્થ્યમાં ઘણો સુધાર થયો છે અને તે પહેલાથી વધારે સ્વસ્થ્ય છે. જો કે પાણીના બદલે તે ફળ ખાય છે અને તેનો જ્યુસ પીવે છે. તદ્દપરાંત તે નારિયળનું પાણી પીવે છે.

સોફી જણાવે છે કે તે પહેલા ચહેરા પર સોજા, ફુડ એલર્જી, રૂખી ત્વચા અને પાચન ક્રિયા જેવી સમસ્યાઓથી પીડિત હતી. ઘણી સારવાર બાદ પણ કોઈ ફાયદો ન થયો. ત્યાર બાદ તેની એક મિત્રએ તેને ડ્રાઈ ફાસ્ટિંગ કરવા માટે કહ્યું. હકીકતમાં ડ્રાઈ ફાસ્ટિંનો અર્થ થાય છે વગર પાણીએ રહેવું. તે કહે છે કે તેનાથી તેને ઘણો આરામ મળ્યો.

સોફી કહે છે કે તે અત્યાર સુધી વગર કોઈ લિક્વિડ લીધે 52 કલાકો સુધી રહી શકે છે. હવે તે ઈચ્છે છે કે વગર કોઈ લિક્વિડ લીધે તે 10 દિવસ સુધી વીતાવે. પાણીને લઈ સોફીના વિચારો ઘણા બદલાઈ ગયા છે. તેનું કહેવું છે કે તે લોકોના મનમાં ભ્રમ છે કે વગર પાણીએ કોઈ જીવતું ન રહી શકે.

નોંધઃ શરીર સાથે આ પ્રકારના કોઈ પણ પ્રયોગ ન કરવા. શારીરિક તકલીફના નિવારણ માટે ડૉક્ટરની સલાહ લેવી.

0Shares