- GUJARAT NEWS

લીંબડીઃ શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલયમાં માતા-પિતાનું પૂજન કરી વેલેન્ટાઇન ડેની કરાઈ ઉજવણી

આજે વેલેન્ટાઇન ડે છે, ત્યારે શહેરની શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલયમાં વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. લીંબડીની શ્રી સરસ્વતી માધ્યમિક વિધાલયમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને ખુરશી પર બેસાડી આરતી ઉતારી પૂજન કર્યું હતું અને માતા-પિતાના આશીર્વાદ લીધા હતા.

આ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટી બકુલભાઈ ખાખી, કનુભાઈ દવે, આચાર્ય, શિક્ષકો, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

0Shares