- GUJARAT NEWS, slider news

વડોદરાઃ માતાએ બાઈક લેવા માટે રૂપિયા ન આપતા યુવકે કર્યો આપઘાત

વડોદરા શહેરના કોયલી ગામમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામની સીમમાં દિનેશભાઈ પટેલ નામના વ્યક્તિની લીંબુની વાડી આવેલી છે. આ વાડીમાં 23 વર્ષનો દિનેશ રામસિંગ નાયક તેની માતા અને પરિવાર સાથે રહેતો હતો અને ખેત મજૂરી કરતો હતો, ત્યારે દિનેશે માતા પાસે બાઈક લેવા માટે પૈસાની માંગ કરી હતી. પરંતુ માતાએ રૂપિયા આપવાનો ઈનકાર કરી દેતા દિનેશે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.

આ ઘટનાની જાણ થતાં જવાહરનગર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

0Shares