- TECHNOLOGY, Trending News

ભંગારના ભાવે જૂનો મોબાઈલ વેચતા પહેલા વાંચો આ ખબર, મળશે આકર્ષક કિંમત

તમારા ગેજેટ્સ પડે-પડે કબાડમાં તબ્દીલ થઈ જાય છે. જો કે પોતાના ગેજેટ્સને કબાડ બનાવતા પહેલા વેચી દેવા સારુ હશે. ઈન્ટરનેટ પર ઘણી એવી કામગર સાઈટ્સ રહેલી છે, જ્યાં તમે સારી કિંમતે પોતાના ગેજેટ્સને વેચી શકો છો.

આ સાઈટ્સ પર તમને તમારા ઘરમાં પડેલા મોબાઈલ, ટીવી, લેપટૉપ, ટેબલેટ કે પછી ગેમિંગ કંસોલની સારી કિંમત મળી શકે છે. એવામાં તમે આ ગેજેટ્સને ઘરમાં કબાડ ન બનવા દો, પરંતુ તેમને વેચીને થોડાક પૈસા કમાઈ લો, તમારા માટે ફાયદાનો સોદો હશે. લોકો દ્વારા આ વેબસાઈટ્સનો ખાસ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

કૈશિફાઈ

આ વેબસાઈટ પર તમને ફોનની સારી કિંમત મળી જશે. સ્માર્ટફોન્સના મામલે આ સાઈટ પર અન્ય સાઈટ્સની તુલનામાં ઘણી સારી કિંમતો મળી જશે. www.cashify.in પર તમને ટીવી, મોબાઈલ, લેપટૉપ, ટેબલેટ, આઈમેક અને ગેમિંગ કૉન્સોલ વેચવાનું ઑપ્શન મળશે. તમને અહીં જે પણ પ્રોડક્ટ વેચવી છે, તેના પર ક્લિક કરી દો.

કર્મા રિસાઈક્લિંગ

અહીં ગ્રાહક પોતાના જૂના અને ડિફેક્ટિવ સ્માર્ટફોન, ટેબલેટ જેવા ગેજેટ્સને સરળતાથી વેચી શકે છે. www.karmarecycling.in અત્યાર સુધી 3 લાખ, 60 હજાર ગેડેટ્સ ખરીદી ચૂક્યા છે, જેના માટે 15 કરોડ રૂપિયાથી વધારેનું પેમેન્ટ કરવામાં આવ્યું છે.

એટરોવે

www.atterobay.com પર ન ફક્ત આઈફોન, પરંતુ બીજા સ્માર્ટફોન પણ ઘણી ઓછી કિંમત પર મળી જશે. આ સાઈટ પોતે પણ જૂના મોબાઈલ ખરીદે છે અને તેને વેચે પણ છે.

0Shares