- Uncategorized

અમરેલી-વડિયા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર

અમરેલી વડિયા રોડ પર ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા દંપતિ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ ટ્રક ચાલક અકસ્માત સર્જીને નાસી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, આજે સવારે વડીયાથી વડિયાથી ગોંડલ તરફ જતા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા બંન્નેને ઈજા પહોંચી હતી, જ્યારે ટ્રક ચાલત અકસ્માત સર્જીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને બાઈક સવાર દંપતીને સારવાર અર્થે વડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

0Shares