- LIFE STYLE, slider news, Trending News

રતન ટાટાએ શેર કરી અધૂરા પ્રેમની કહાની, સાદગીભર્યો આ PHOTO પણ થઈ રહ્યો છે વાયરલ

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ તાજેતરમાં પોતાના ઉછેર અને પ્રેમ સાથે જોડાયેલી કેટલીક ખાનગી જાણકારીઓ શેર કરી છે. હ્યૂમન્સ ઑફ બૉમ્બે નામના એક ફેસબુક પેજ પર 82 વર્ષીય રતન ટાટાએ લખ્યું છે કે લૉસ એન્જેલસમાં જ કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે એક આર્કિટેક્ચર કંપનીમાં નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. રતન ટાટા જણાવે છે કે, 1962નો તે દૌર ખુબ જ સારો હતો કેમ કે લૉસ એન્જેલસમાં જ તેમને કોઈ સાથે પ્રેમ થઈ ગયો હતો.

લગ્ન લગભગ પાકા થઈ ચૂક્યા હતા. પરંતુ, દાદીની તબિયત ખરાબ થવાના કારણે ટાટાને ભારત પરત ફરવાનો નિર્ણય લેવો પડ્યો. ભારત પરત આવતી વખતે રતન ટાટાને એવી આશા હતી કે તેઓ જેની સાથે લગ્ન કરવા માંગે છે તે પણ સાથે આવશે પરંતુ ભારત-ચીન યુદ્દના કારણે તેમના માતા-પિતા તૈયાર ન થયા અને સંબંધો પુરા થઈ ગયા.

જણાવી દઈએ કે, રતન ટાટા જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતા વચ્ચે તલાક થઈ ગયો હતો. ત્યાર બાદ તેમની દેખભાળ દાદી નવજબાઈએ કરી. રતન ટાટા જણાવે છે કે માતા-પિતાના અલગ થવાના કારણે મને અને મારા ભાઈને કેટલીક પરેશાનીઓ તો જરૂર થઈ પરંતુ આ બધુ થવા છતા અમારું બાળપણ ખુશીથી વીત્યું.

રતન ટાટાએ જણાવ્યું કે, બીજા વિશ્વ-યુદ્ધના ખતમ થતા જ દાદી અમને બંન્ને ભાઈઓને રજાઓ માણવા લંડન લઈ ગયા. દાદીએ જ અમને જીવનના મૂલ્યોની અહેમિયત સમજાવી. તેઓએ જ સમજાવ્યું કે પ્રતિષ્ઠા બધી ચીજોથી ઉપર હોય છે.

રતન ટાટા બાળપણમાં વાયોલિન શીખવા માંગતા હતા પરંતુ તેમના પિતા જી પિયાનો પર ભાર આપતા હતા. રતન ટાટાના વિચાર પિતા જી સાથે બિલ્કુલ પણ નહોતા મળતા. ટાટા કૉલેજનો અભ્યાસ અમેરિકામાં કરવા માંગતા હતા પરંતુ તેમના પિતા યૂકે મોકવા માંગતા હતા. રતન ટાટાની ઈચ્છા આર્કિટેક્ટ બનવાની હતી તેમના પિતા એન્જીનિયર બનાવવા માંગતા હતા.

રતન ટાટા જણાવે છે કે જો દાદી ન હોત તો હું અમેરિકામાં અભ્યાસ ન કરી શકત. દાદીના કારણે જ હું મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી સ્વિચ કરી આર્કિટેક્ટમાં એડમિશન લઈ શક્યા. આ વાતથી રતન ટાટાના પિતા નારાજ પણ હતા. ટાટા કહે છે કે, આ વાત પણ દાદીએ શિખવાડી કે પોતાની વાત રજુ કરવાની હિમ્મત કરવાની રીત પણ વિનમ્ર અને શાલીન થઈ શકે છે.

0Shares