- GUJARAT NEWS

અલ્પેશ ઠાકોરે સરકાર સામે ચઢાવી બાંયો, LRD મુદ્દે ઠરાવ રદ કરાવવા આપ્યું 48 કલાકનું અલ્ટિમેટમ

છેલ્લા ઘણા સમયથી અનામત વર્ગની મહિલાઓ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડીની પરીક્ષા મામલે ઠરાવ રદ કરવા અંગે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જે બાદ રુપાણી સરકારે આ ઠરાવ રદ કરવાની ખાતરી આપી હતી. ત્યારે સરકારની ઠરાવ રદ કરવાની જાહેરાત બાદ હવે બિન-અનામત વર્ગના ઉમેદવારો ધરણા પર બેઠા છે. ત્યારે અલ્પેશ ઠાકોરે આ ઠરાવ રદ કરવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આવ્યું છે. જો સરકાર 48 કલાકમાં કોઈ પગલા નહીં ભરે તો તેઓ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરશે તેવી ચીમકી અલ્પેશ ઠાકોર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે…

‘ નમસ્કાર… જય જય ગરવી ગુજરાત… છેલ્લા ઘણા દિવસોથી ઓબીસી સમાજની દીકરીઓ LRD મુદ્દે આંદોલન કરી રહી છે. એક ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો છે, જે ગરીબોના અધિકારો પર તરાપ મારવા સમાન અને અન્યાય કરવા સમાન છે. આ ઠરાવ સંદર્ભે રાજ્ય સરકારે ત્રણ દિવસ પહેલા એક બેઠક બોલાવી હતી અને ઠરાવમાં સુધારો કરવાની ખાતરી આપી હતી. ત્યારે આજે આ વાતને ત્રણ દિવસ વીતી ગયા છતાં હજુ સુધી આ ઠરાવમાં સુધારો કરવામાં આવ્યો નથી. હું રાજ્ય સરકારને નમ્ર અપીલ કરુ છું કે 48 કલાકમાં આનો નિવેડો લાવો, સરકાર આ બાબતે કોઈ નક્કર પગલાં નહીં લે તો હું સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરીશ. આ પદયાત્રા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટેની હશે, ગરીબોના અધિકારોના રક્ષણ માટે હશે. મને આશા છે કે રાજ્ય સરકાર આ અંગે ત્વરિત નિર્ણય કરશે.’

0Shares