- WORLD NEWS

નથી અટકી રહ્યો કોરોનાનો કહેર, ચીનમાં થયા આટલા લોકોના મોત

ખતરનાક કોરોના વાયરસનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરની જાણકારી પ્રમાણે ચીનના હુબેઈમાં આ વાયરસના કારણે વધું 116 લોકોના મોત થયા છે. એવામાં આ વાયરસના કારણે થનારા મોતની સંખ્યા હવે વધીને 1471 થઈ ગઈ છે. જ્યારે, એકલા ચીનમાં અત્યાર સુધીમાં 60 હજાર લોકોથી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

જણાવી દઈએ કે બુધવારે કોરોનાવાયરસના કારણે 242 લોકોના મોત થયા હતા. વાયરસ ફેલાયા બાદથી એક દિવસમાં થયેલા મોતના આંકડામાં આ સૌથી મોટો આંકડો છે. જ્યારે લગભગ 25 દેશોએ આ વાતની પુષ્ટિ કરી છે કે તેમના ત્યાં કોરોનાવાયરસના કેસ મળ્યા છે. ઘણા દેશોએ હુબેઈમાંથી પોતાના નાગરિકોને કાઢી લીધા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ ચેતવણી આપી છે કે કોરોનાવાયરસ દુનિયા માટે સૌથી મોટું જોખમ સાબિત થઈ શકે છે. ડબ્લ્યૂએચઓનું કહેવું છે કે, આ વાયરસ કોઈ પણ આતંકી હુમલાથી વધારે ઘાતક સાબિત થઈ શકે છે.

0Shares