- NATIONAL NEWS, slider news

દિલ્હી ચૂંટણીમાં નફરતભર્યા નિવેદનના કારણે થઇ હારઃ અમિત શાહ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ‘ગોળી મારો’ અને ‘ભારત-પાકિસ્તાન મેચ’ જેવા નિવેદનોથી ભાજપના નેતાઓએ કિનારો કરવો જોઇતો હતો. અમિત શાહે કહ્યું કે પાર્ટી આવા પ્રકારના નિવેદનોથી પોતાને અલગ રાખે છે.

અમિત શાહે જણાવ્યું કે બની શકે કે પાર્ટીના નેતા દ્વારા આપવામાં આવેલા નફરતભર્યા નિવેદનના કારણે ભાજપને ચૂંટણીમાં નુકસાન ઉઠાવવું પડ્યું હોય.

ગૃહમંત્રીએ કહ્યું કે અમે માત્ર હાર કે જીત માટે ચૂંટણી નથી લડતાં. ચૂંટણી ઘણા પક્ષો માટે સરકાર બનાવવા તેમજ સરકાર પાડવા માટે હોય છે. ભાજપ એક વિચારધારા પર આધારિત પાર્ટી છે, અમારા માટે ચૂંટણી અમારી વિચારધારાને આગળ ધપાવવા માટેની ચૂંટણી હોય છે. માત્ર હાર-જીત માટે ચૂંટણી લડતા નથી.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકૂરે ‘ગોળી મારો’ નિવેદન આપ્યું હતું. જ્યારે ‘ભારત-પાકિસ્તાન મેચ’ વાળું નિવેદન આમ-આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલ કપિલ મિશ્રાનું હતું.

0Shares