- WORLD NEWS

ચીનમાં કોરોના વાયરસનો કહેર, 1300ના મોત, ક્રૂઝ પર 3711 ફસાયાં

ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસના કારણે મરનારની સંખ્યા 1300 સુધી પહોંચી ગઇ છે.

આ બધાની વચ્ચે જાપાનમાં ક્રૂઝ પર ફસાયેલા અન્ય 39 લોકોમાં કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં બે ભારતીય સામેલ છે. જેના કારણે ક્રૂઝ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં કુલ 174 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યાં છે.

ચીનમાં વધતાં મોતના આંકડાથી દુનિયાભરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીનમાં 31 પ્રાંતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.

જેમાં સૌથી વધારે વુહાન શહેર પ્રભાવિત થયું છે. કોરોના વાયરસની શરૂઆત અહીંથી શરૂ થઇ હતી. ચીનમાં કોરોના વાયરસને લઇને અત્યાર સુધીમાં 1300થી વધારે લોકોના મોત થયાં છે.

જ્યારે કોરોના વાયરસની ઝપેટમાં અત્યાર સુધીમાં અંદાજે 44 હજાર લોકોથી વધારે આવી ગયા છે. બુધવારના રોજ ચીનમાં 242 લોકોના મોત નિપજ્યાં છે. બીજી તરફ કોરોના વાયરસની અસરના કારણે બાર્સિલોનામાં યોજનારી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC 2020) પર અસર જોવા મળી છે. 24 થી 27 ફેબ્રુઆરી સુધી યોજનારા આ આયોજનને રદ્દ કરી દેવામાં આવ્યું છે.

જાપાનમાં યોકોહામા તટ પર ઉભેલા ડાયમંડ પ્રિંસેસ ક્રૂઝ પર કોરોના 39 નવા મામલાની પુષ્ટી કરવામાં આવી છે. પીટીઆઇના જણાવ્યાં અનુસાર જાપાનના સ્વાસ્થ્ય મંત્રીએ આ અંગેની જાણકારી આપી હતી.

0Shares