- ENTERTAINMENT, Trending News

Angrezi Medium Trailer: વેલેટાઈન્સ ડે પહેલા ઈરફાન લાવ્યો ધમાકેદાર ટ્રેલર, જુઓ VIDEO

ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે. ઈરફાન ખા ફરીથી પળદા પર છે, પોતાની રંગત, મહોબ્બત અને મહેનત સાથે.

પરંતુ, આ વખતે તેમની આ મહોબ્બત પોતાની દીકરી માટે છે. સંત વેલેન્ટાઈનની યાદમાં મનાવવામાં આવતા વેલેન્ટાઈન્સ ડે મા આ ટ્રેલર સાચો સબક છે કેમ કે એક પિતા અને દીકરીનો આપસી પ્રેમ બધી પ્રેમ કહાનીઓ પર ભારે હોય છે.

https://www.youtube.com/watch?v=rzlfeocUVhI

ફિલ્મ અંગ્રેજી મીડિયમના ટ્રેલને જો આ વર્ષનું અત્યાર સુધીનું સૌથી સારું ટ્રેલર માનવામાં આવે તો અતિશયોક્તિ નહીં હોય. ઈરફાન ખાનને એક જવાન થઈ રહેલી દીકરીના બાપના રૂપમાં રજુ કરવામાં આવ્યા છે જે પોતાની દીકરીનું એક વિદેશી યૂનિવર્સિટીમાં એડમીશન કરાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે.

એ અલગ વાત છે જે લોહીને વેચીને તે ફીનો જુગાડ કરવાની વાત ટ્રેલરમાં કહે છે, તેની કિંમત હવે દુનિયામાં હવે કંઈ પણ નથી. ટ્રેલરમાં ઈરફાનનો સૌથી દમદાર સંવાદ ત્યારે આવે છે જ્યારે દીકરી પોતાના મોટા થવાની વાત કહે છે અને ‘ફ્રીડમ’ માંગે છે, ઈરફાનનું પાત્ર બોલે છે, ‘ભારતને અંગ્રેજોથી આઝાદી લેવામાં બસો વર્ષ લાગ્યા હતા તૂ 18 સુધી તો રોકાઈ જ શકે છે.’

0Shares