- TECHNOLOGY, Trending News

Xiaomi Mi 10 દમદાર ફીચર્સ સાથે થશે લૉન્ચ, જાણો કેટલી હોઈ શકે છે કિંમત

ચીની દિગ્ગજ ટેક કંપની શાઓની આજે એમઆઈ 10ના 5G વેરિયન્ટને ગ્લોબલ લેવલ પર લૉન્ચ કરવાનું છે. લૉન્ચિંગ પહેલા કેટલાક દિવસો અગાઉ જ એમઆઈ 10ના ઘણા રિપોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા, જેમાં કેટલાક ફીચર્ચની જાણકારી મળી હતી.

Xiaomi Mi 10ની સંભવિત કિંમત

મીડિયા રિપોર્ટ અનુસાર, શાઓમી આ ફોનને ત્રણ વેરિયન્ટ સાથે માર્કેટમાં ઉતારશે, જેમાં 8GB+128GB, 8GB+256GB અને 12GB+256GB સ્ટોરેજ સામેલ હશે.

જ્યારે, કંપની આ ફોનના પહેલા વેરિયન્ટની કિંમત ચીની યુઆન 4,200(લગભગ 43,000 રૂપિયા), બીજા વેરિયન્ટની કિંમત ચીની યુઆન 4,500(લગભગ 46,000 રૂપિયા) અને ત્રીજા વેરિયન્ટની કિંમત ચીની યુઆન 4,900(લગભગ 50,200 રૂપિયા) રાખી શકે છે.

Xiaomi Mi 10ના સંભવિત સ્પેશિફિકેશન

લીક રિપોર્ટ પ્રમાણે, કંપની આ ફોનમાં કર્વ્ડ એમોલેડ પંચહોલ ડિસ્પ્લે આપશે, જે એચડીઆર 10 પ્લસ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરે છે. તેની સાથે જ શાનદાર પર્ફોર્મન્સ માટે આ પોનમાં લેટેસ્ટ ક્વૉલકૉમ સ્નેપડ્રેગન ચિપસેટ આપવામાં આવશે. જ્યારે, આ ફો એમઆઈયૂઆઈ 11 ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. હાલ, કેમેરાને લઈ વધારે જાણકારી નથી મળી.

Xiaomi Mi 10 ની બેટરી

યુઝર્સને આ ફોનમાં 4,500 એમએએચની બેટરી સાથે 50 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ ફીચર મળી શકે છે. તદ્દપરાંત કનેક્ટિવિટી માટે કંપની આ ડિવાઈસમાં 5G, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, એનએફસી અને યૂએસબી ટાઈપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપશે.

0Shares