- LIFE STYLE, Trending News

Valentine Day: માનસિક રીતે સ્વસ્થ્ય રહેવા ઈચ્છતા હોવ તો રહેજો સિંગલ, વાંચો આ રિપોર્ટ

જો તમે સિંગલ છો તો આ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારુ છે. વિજ્ઞાન પણ આ વાતને માને છે કે સિંગ રહેવું માનસિક જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ સારુ રહે છે.

હવે જ્યારે વેલેન્ટાઈન વીક ચાલી રહ્યો છે, તો એવામાં જો તમારી ગર્લફ્રેન્ડ નથી, તો આ વાત તમાને શાંતી આપી શકે છે, કેમ કે સિંગલ રહેવું એક પ્રકારે તમારા સ્વાસ્થ્ય માટે સારુ રહે છે. રિલેશનશિપ એક્સપર્ટ કહે છે કે કેટલાક લોકો એકલા રહેવાથી ખુબ ડરે છે. તેમને લાગે છે કે એકલા રહેવું જીવનનો સૌથી મોટો અભિશાપ છે. જ્યારે એવું નથી હોતું.

રિલેશનશિપને લઈ ઘણા પ્રકારના અધ્યયનો થતા રહે છે. એવું જ એક અધ્યયન વર્ષ 2016માં થયું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે સિંગલ લોકો શારીરિક અને માનસિક રીતે લગ્નજીવન અને રિલેશનમાં રહેતા લોકો કરતા વધારે તંદુરસ્ત હોય છે. આ અધ્યયન યૂનિવર્સિટી ઑફ કેલિફૉર્નિયાએ કર્યું હતું.

આ અધ્યયનના નિષ્કર્ષ માટે સિંગલ અને વૈવાહિક લોકો પર થયેલા 800 અધ્યયનોની તપાસ કરવામાં આવી હતી. અને ત્યારે શોધકર્તાઓએ આ વાતને માની કે રિલેશનશિપ અને લગ્નજીવન માણતા લોકોના મુકાબલે સિંગલ લોકો વધારે સ્વસ્થ્ય રહે છે. સિંગલ રહેવું માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારુ છે. આ તો રહી એક સર્વેની વાત આ પ્રકારના ઘણા સર્વે અને અધ્યયન થયા છે જેમાં સિંગલ રહેવાનો ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.

આ પ્રકારે એક બીજા અધ્યયનમાં પણ રિલેશનશિપની જગ્યાએ સિંગલ રહેવાને વધારે સારુ કહેવામાં આવ્યું છે. તેર હજાર પુરૂષ અને મહિલાઓ પર થયેલા આ સર્વેમાં આ વાત નિકળીને સામે આવી કે સિંગલ રહેતા લોકો બીજા લોકોને સારી રીતે સમજે છે. તેમાં એ પણ જણાવવામાં આવ્યું કે સિંગલ લોકોનું બીએમઆઈ પણ ઓછું રહે છે.

0Shares