- NATIONAL NEWS, slider news

દિલ્હીઃ BJPમાં મંથન શરૂ, જેપી નડ્ડાએ મનોજ તિવારીને કર્યા તલબ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલી કરારી હાર બાદ ભારતીય જનતા પાર્ટીના ખેમામાં ઉપરથી ભલે શાંતિ દેખાઈ રહી હોય પરંતુ અંદરખાને બેચેની તેજ છે. હારના કારણો પર હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પાસેથી જવાબ માંગ્યો છે. આ બેઠકમાં હારના કારણો પર ચર્ચા થશે.

ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી સતત દાવા કરી રહી હતી કે આ વખતે 45થી વધારે સીટો જીતશે. ખુદ મનોજ તિવારી પણ સતત 48 સીટો જીતવાની હુંકાર ભરી રહ્યા હતા. પરંતુ એવું ન થયું બીજેપીનો રથ ફક્ત 8 સીટો પર રોકાઈ ગયો.

ગુરૂવારે મનોજ તિવારી સાથે પાર્ટીના સંગઠન મંત્રી બીએલ. સંતોષ પણ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે અને હાર પર મંથન કરશે.

જણાવી દઈએ કે, બુધવારે જ એક નિવેદનમાં મનોજ તિવારીએ કહ્યું હતું કે, પાર્ટી તરફથી તેમને રાજીનામું આપવા માટે નથી કહેવામાં આવ્યું અને ન તો તેઓએ રાજીનામું આપવાની રજુઆત કરી છે. દિલ્હી ભાજપમાં થોડાક જ સમય બાદ સંગઠનની ચૂંટણી થવાની છે, તે જ કારણે રાજીનામું નથી માંગવામાં આવ્યું.

0Shares