- NATIONAL NEWS, slider news

ભોપાલ રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત, યાત્રિકો પર રેમ્પ તૂટીને પડ્યો

ભોપાલ રેલવે સ્ટેશન પર ગુરૂવારે એક મોટી દૂર્ઘટના બની ગઈ. અહીં ઓવરબ્રિજથી નીચે ઉતરવાવાળો રેમ્પનો શેડ તૂટી પડ્યો. રેમ્પનો એક નાનો ભાગ પ્લેટફોર્મ પર બેઠેલા યાત્રીકો પર જઈને પડ્યો ત્યાર બાદ, સ્ટેશન પર ચીસા-ચીસનું દ્રશ્ય સર્જાયું હતું.

શેડ અને રેમ્પનો ભાગ પડવાથી કેટલાક યાત્રી ઘાયલ થયા. ઘાયલોને તરત હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આ દુર્ઘટના ભોપાલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર ગુરુવારે સવારે બની.

ઘટના બાદ રેલવે સ્ટેશન પર બેઠેલા યાત્રી ઘણા ડરી ગયા. આ બધું એટલું ઝડપથી થયું કે નીચે બેઠેલા લોકોને ત્યાંથી દૂર જવાનો પણ સમય ન મળ્યો.

જેવી આ ઘટનાની જાણકારી રેલવેના અધિકારીઓને મળી તો તે ઘટનાસ્થળે પહોંચ્યા.

રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 6 યાત્રીકોના ઘાયલ થવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘાયલોની સંખ્યા વધી શકે છે.

0Shares