- NATIONAL NEWS, slider news

SCનો રાજકીય પક્ષોને નિર્દેશ- જણાવવું પડશે, કેમ આપી ક્રિમિનલને ટિકિટ?

રાજનીતિમાં આપરાધિક છબીના લોકોની વધતી ભાગીદારી પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે તમામ રાજનીતિક દળોને નિર્દેશ આપ્યા છે કે, તે પોતાની વેબસાઈટ પર તમામ ઉમેદવારોની જાણકારીઓ શેર કરે. જેમાં ઉમેદવાર પર નોંધાયેલા તમામ ક્રિમિનલ કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગીનું કારણ પણ જણાવવું પડશે. એટલે કે, રાજનીતિક દળોએ એ પણ જણાવવું પડશે કે આખરે તેઓએ એક ક્રિમિનલને ઉમેદવાર કેમ બનાવ્યો છે.

ગુરુવારે એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યા છે. કોર્ટના નિર્ણય અનુસાર, તમામ રાજનીતિક દળોને ઉમેદવાર જાહેર કરવા માટે 72 કલાકમાં ચૂંટણી આયોગને પણ તેની જાણકારી આપવી પડશે. સાથે જ જાહેર કરાયેલા ઉમેદવારની જાણકારીને સ્થાનીક અખબારોમાં પણ છપાવવી પડશે.

આ અરજીને દાખલ કરનારા વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, જો કોઈ પણ ઉમેદવાર કે રાજનીતિક દળ આ નિર્દેશોનું પાલન નહીં કરે, તો તેને કોર્ટની અવમાનના માનવામાં આવશે. એટલે તમામ ઉમેદવારોને અખબારમાં પોતાની જાણકારી આપવી પડશે.

વકીલના અનુસાર, જો કોઈ નેતા કે ઉમેદવાર વિરુદ્ધ કોઈ કેસ નથી અને કોઈ પણ FIR નોંધાઈ નથી તો તેને પણ તેની જાણકારી આપવી પડશે. જો કોઈ પણ નેતા સોશિયલ મીડિયા, અખબાર કે વેબસાઈટ પર આ તમામ જાણકારીઓ નથી આપતા તો ચૂંટણી કમિશન તેના વિરુદ્ધ એક્શન લઈ શકે છે અને સુપ્રીમ કોર્ટને પણ જાણકારી આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજનીતિમાં ક્રિમિનલ છબીના નેતાઓની ભાગીદારી વધી છે. તેનો અંદાજો તાજેતરમાં થયેલા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જ લગાવી શકાય છે.

ચૂંટણી સુધાર માટે કામ કરનારી બિન-સરકારી સંસ્થા એસોશિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્ડ(ADR)ના એક રિપોર્ટ પ્રમાણે, દિલ્હીમાં ચૂંટાયેલા 70માંથી 37 ધારાસભ્યો પર ગંભીર અપરાધના કેસ નોંધાયેલા છે.

0Shares