- GUJARAT NEWS, slider news, ગાંધીનગર, શિક્ષણ

ધોરણ 3થી 12ની પરીક્ષામાં નવો નિયમ, રાજ્ય કક્ષાએથી તૈયાર કરાશે પ્રશ્નપત્ર

ગાંધીનગરઃ ધોરણ 3થી 8 અને ધોરણ 9થી 11ની પરીક્ષા પદ્ધતિમાં રાજ્ય સરકારે ફેરફાર કર્યો છે. જે અનુસાર હવે એપ્રિલ 2020થી શરુ થતા નવા શૈક્ષણિક વર્ષની ધોરણ 10 અને 12ની જેમ ધોરણ 3થી 8 અને ધોરણ 9થી 11માં છ માસિક અને વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્ર કેન્દ્રીય પદ્ધતિથી એટલે કે આખા રાજ્યમાં એક સરખું પ્રશ્નપત્ર રહેશે. જ્યારે ઉત્તરવહીનું મૂલ્યાંકન તે શાળાના શિક્ષકોની જગ્યાએ અન્ય શાળાના શિક્ષકો કરશે.

શિક્ષકો સાથે બેઠક કર્યા પછી લેવાયો નિર્ણય

પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, આગામી નવા શૈક્ષણિક વર્ષતી સરકારે રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા 1.5 કરોડવ વિદ્યાર્થીઓની પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર કર્યો છે. સરકારે આ નિર્ણય સંચાલકો, શિક્ષકો સાથે બેઠક કર્યા પછી તેમની લેખિત સહમતી લઈને આ નિર્ણય કર્યો છે.

પેપર છપાવીને મોકલવાની જવાબદારી ડીપીઈઓ રહેશે

તેમણે જણાવ્યું કે, ધોરણ 3થી 10 ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના સમાન પ્રશ્નપત્રો રાજ્યસ્તરેથી આપવામાં આવશે, જ્યારે ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત, ભૌતિર વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી અને સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી, નામાના મૂળ તત્ત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સમાન પ્રશ્નપત્રો આપવામાં આવશે. રાજ્યની તમામ સ્કૂલોમાં પેપર છપાવીને મોકલવાની જવાબદારી ડીપીઈઓની રહેશે. પરંતુ તેનો ખર્ચ સંસ્થાએ આપવાનો રહેશે.

ઉત્તરવહીની ચકાસણી અન્ય શાળાના શિક્ષકો કરશે

સ્કૂલમાં લેવાનારી એકમ કસોટીનું મૂલ્યાંકન શાળા કક્ષાએ જ કરવાનું રહેશે. જ્યારે પ્રથમ અને દ્રિતિય કસોટીની ઉત્તરવહીઓ ચકાસણી માટે જે તે ક્લસ્ટરની શાળાઓમાં ઉત્તરવહીઓની વહેચણી કરીને થર્ડ પાર્ટી ચકાસણી કરાવવાની રહેશે. રાજ્યની તમામ સ્કૂલોમાં એકમ કસોટી અને પ્રથમ તથા દ્વીતિય કસોટીનાં ગુણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરવામાં આવેલા વેબ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. આમ, વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મેળવેલા માર્ક શિક્ષણ વિભાગ પાસે પણ સચવાયેલા રહેશે.

0Shares