- slider news, WORLD NEWS

ખુલાસોઃ અમેરિકી ગુપ્તચર એજન્સી CIAએ 50 વર્ષ સુધી કરાવી ભારત-પાકની જાસૂસી

અમેરિકાની ખાનગી એજન્સી સીઆઈએએ એક સ્વિસ કોડ રાઈટિંગ કંપની મારફતે દાયકા સુધી ભારત અને પાકિસ્તાન સહિત દુનિયાના તે તમામ દેશોની જાસુસી કરી, જેમના પર તે નજર રાખવા માંગતુ હતું.

આ કંપનીના ઉપકરણોનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં વિભિન્ન દેશોની સરકારો દ્વારા પોતાના જાસૂસો, સૈનિકો અને ગોપનીય રાજનયિકો સાથે સંદેશાના આદાન-પ્રદાન માટે ખુબ જ વિશ્વસનીય માનવામાં આવતું રહ્યું છે, પરંતુ કોઈને પણ આ કંપનીનો માલિકીનો હક સંયુક્ત રીતે સીઆઈએ અને તેની સહયોગી પશ્ચિમી જર્મની ખાનગી એજન્સી બીએનડી પાસે હોવાનો અહેસાસ પણ ન થયો. આ સિલસિલો 50 વર્ષ સુધી ચાલતો રહ્યો.

અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચાર પત્ર વૉશિંગટન પોસ્ટ અને જર્મનીના સરકારી બ્રૉડકાસ્ટર જેડડીએફે મંગળવારે એક રિપોર્ટ રજુ કર્યો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સ્વિટ્ઝરલેન્ડની ક્રિપ્ટો એજી કંપની સાથે સીઆઈએએ 1951માં એક સોદો કર્યો હતો, જેના અંતર્ગત 1970માં તેની માલિકીનો હક સીઆઈએને મળી ગયો.

રિપોર્ટમાં સીઆઈએના ગોપનીય દસ્તાવેજોના હવાલેથી આ વાતનો પર્દાફાશ કરવામાં આવ્યો કે અમેરિકા અને તેની સહયોગી પશ્ચિમી જર્મનીએ વર્ષો સુધી બીજા દેશોના ભોળાપણાનો ફાયદો ઉઠાવ્યો. તેઓએ તેમના પૈસા લઈ લીધા અને તેમની ગોપનીય જાણકારીઓ પણ ચોરી લીધી. સીઆઈએ અને બીએનડીએ આ ઑપરેશનને પહેલા થેસૌરસ અને પછી રૂબીકૉન નામ આપ્યું હતું.

0Shares