- GUJARAT NEWS, Trending News, ગાંધીનગર, શિક્ષણ

14મી ફેબ્રુઆરીથી રાજ્યભરમાં શરુ થશે ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા

ગાંધીનગરઃ રાજ્યભરમાં 14મી ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. A ગ્રુપ (ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી) અને B ગ્રુપ( ફિઝીક્સ,બાયોલોજી, કેમિસ્ટ્રી)ના વિદ્યાર્થીઓ 14મી ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી સ્કૂલોના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોમાં સવારે 10થી 1 અને બપોરે 3થી 5 સુધી પરીક્ષા આપશે.

અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાંથી આશરે 13000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ હસ્તકની સ્કૂલોના 20થી વધુ પરીક્ષા સેન્ટરોમાં આશરે 6326 વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષા આપશે.

હેલ્પલાઈન શરુ

વિદ્યાર્થીઓની ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની મૂંઝવણને દૂર કરવા માટે બોર્ડ તરફથી એક હેલ્પલાઈન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. સવારે 10થી 6 સુધી વિદ્યાર્થીઓ 18002335500 નંબર પર ફોન કરીને પોતાની મૂંઝવણને દૂર કરી શકશે.

0Shares