- NATIONAL NEWS, slider news

ફિરોજાબાદઃ દિલ્હીથી બિહાર જઈ રહેલી સ્લીપર બસ ટ્રકમાં ઘુસી, 16ના મોત, 35 ઘાયલ

દિલ્હીથી બિહાર જઈ રહેલી સ્લીપર બસ આગરા-લખનઉ એક્સપ્રેસવે પર બુધવારે મોડી રાતે એક ટ્રક સાથે ટકરાઈ. જેના કારણે 16 લોકોના મોત થયા છે. ઘટનામાં 35 યાત્રીકો ઘાયલ થઈ ગયા, જેમની સારવાર ચાલી રહી છે. બસમાં 90 લોકો સવાર હતા.

ખાનગી બસ જ્યારે હાઈવે ભદાવ ગામ પાસે પહોંચી, ત્યારે બેકાબૂ થઈને એક ટ્રકમાં પાછળથી ટકરાઈ ગઈ. ધડાકાભેર થયેલો અવાજ સાંભળીને સ્થાનીક લોકો ત્યાં પહોંચ્યા હતા. તેઓએ રાહત કાર્ય શરૂ કર્યું હતું. સાથે જ પોલીસને પણ માહિતી આપી હતી.

ઘટના પર ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી હતી. એડીજી જોન અજય આનંદ અને આઈજી રેન્જ એ.સતીશ ગણેશ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને મોડી રાત સુધી ત્યાં જ હતા. ઘટનામાં માર્યા ગયેલા લોકોની મોડી રાત સુધી ઓળખ નહોતી થઈ શકી.

ઘટના પર પહોંચેલા એડીજી જોન અજય આનંદ અને આઈજી રેન્જ એ સતીશ ગણેશે જણાવ્યું કે બસના આગળના ભાગના પરખચ્ચા ઉડી ગયા છે. લોકોએ પોલીસની મદદથી ઘાયલોને બહાર કાઢ્યા હતા.

0Shares