- FEATURED NEWS, slider news

ચીનમાં કોરોનાનો કહેર યથાવત, એક જ દિવસમાં 242ના મોત

કોરોના વાયરસથી ચીનમાં મૃત્યુઆંક 1100ને વટાવી ગયો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં લગભગ 45,000 લોકો આ વાયરસની ઝપટમાં આવ્યા છે. ફક્ત બુધવારે જ ચીનમાં 242 લોકોના મોત થઈ ગયા છે. આ તરફ, કોરોના વાયરસની અસર બાર્સિલોનામાં થનારી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ(MWC 2020) પર પણ પડી છે. 24થી 27 ફેબ્રુઆરી સુધી થનારા આ આયોજનને રદ્દ કરી દેવામાં આવ્યું છે.

એક નવા રિપોર્ટ પ્રમાણે વુહાનની એક હોસ્પિટલમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત 138 લોકોની સારવાર કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, આરોગ્ય કર્મચારીઓને વાયરસથી સંબંધિત કેટલીક વણઉકેલાયેલી પહેલીઓનો જવાબ મળ્યો હતો. તેમજ સમગ્ર હોસ્પિટલમાં વાયરસ કેવી રીતે ફેલાયો તે જાણવા મળ્યું હતું.

વુહાન યુનિવર્સિટીની જોગનાન હોસ્પિટલના ડોક્ટર ઝિઓંગ પેંગે જણાવ્યું હતું કે, તેમની ટીમે અત્યાર સુધીમાં લગભગ 40% ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર તેમની હોસ્પિટલમાં કરી છે. આ માટે, અહીં 40 હેલ્થ કેયર પ્રોફેશનલ્સની મદદ લેવામાં આવી હતી.

શું હોય છે શરૂઆતના લક્ષણ?

પ્રારંભિક લક્ષણો કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં ખૂબ સામાન્ય છે. આ સમય દરમિયાન વ્યક્તિને તાવ આવે છે અને તે ખૂબ થાકી જાય છે. ઉપરાંત, દર્દીને સુકી ઉધરસ થાય છે. આ સિવાય ઘણા લોકોને ડાયેરિયા જેવી ફરિયાદો પણ જોવા મળી છે.

કેવી રીતે કરશો વાયરસની ઓળખ?

કોરોના વાયરસ દરમિયાન, મનુષ્યના ગળામાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આ વાયરસની જૈનેટિક મૈટીરિયલને પૉલિમર ચેઇન રિએક્શન (પીસીઆર) દ્વારા ઓળખી શકાય છે.

ચેસ્ટ સ્કેનર

કોરોના વાયરસથી સંક્રમિત કેટલાક દર્દીઓનું, જ્યારે સીએટી સ્કેનર દ્વારા પરીક્ષણ કરવામાં આવતા, તેમના ફેફસામાં કેટલાક સ્પોટ દેખાયા. તબીબી ભાષામાં, તેને ‘ગ્રાઉન્ડ ગ્લાસ’ કહેવામાં આવે છે.

કોને વધારે ખતરો છે?

ફક્ત કોરોના વાયરસથી સંક્રમિત 25 ટકા લોકોને જ આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આ લોકો તીવ્ર શ્વસન ડિસઓર્ડરનો ભોગ બન્યા છે. આ સ્થિતિમાં, એક પ્રકારનું પ્રવાહી ફેફસામાં ભરાઈ જાય છે અને તેમાં ઓક્સિજન પહોંચતું નથી. કિડની ખરાબ થવાના કારણે વ્યક્તિનું મોત થાય છે. આ વાયરસ તેમના માટે વધુ જોખમી છે જેઓ પહેલાથી જ નબળા છે.

વૃદ્ધ લોકોને વધુ જોખમ?

ડોકટર્સનું કહેવું છે કે, વૃદ્ધ લોકો માટે આ વાયરસ વધુ જોખમી છે. અત્યાર સુધીમાં, તેમની હોસ્પિટલમાં 22થી 92 વર્ષની વયના દર્દીઓ આવ્યા છે, પરંતુ 56 વર્ષના દર્દીઓની સંખ્યા વધારે છે.

0Shares