- slider news, WORLD NEWS

ટેરર ફંડિંગ મામલે હાફિઝ સઇદને પાંચ વર્ષની સજા

આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફીઝ સઈદને લાહોરની કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. 11 ડિસેમ્બરે લાહોર એન્ટી ટેરરીઝમ કોર્ટે હાફીઝ સઈદ સહિત તેના સાથીઓ ઝફર ઈકબાલ, મોહમ્મદ અશરફ અને હાફીઝ અબ્દુલ સલામ પર ટેરર ફાઇનાન્સિંગના ચાર્જ લગાવ્યા હતા.

જણાવી દઈએ કે, કોર્ટે 6 ફેબ્રુઆરીએ ચુકાદો અનામત રાખ્યો હતો. સઈદ સામે આતંકવાદી ભંડોળ, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર કબજાના કુલ 29 કેસ નોંધાયા છે. આ અગાઉ કોર્ટે મંગળવારે હાફિઝ સઈદની તે અરજી સ્વીકારી હતી, જેમાં છ કેસોની એકસાથે સુનાવણી કરવા અને ચુકાદો સંભળાવવાની માંગ કરી હતી.

પાકિસ્તાનના અખબાર ડોનના હવાલેથી કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી પ્રોસીક્યુટર જનરલ અબ્દુલ રઉફ વટ્ટુએ જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ છ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાંથી ચાર કેસ પુરાવા રજૂ કરવાની કાર્યવાહી હેઠળ છે. આ સપ્તાહના અંત સુધીમાં ચારેય કેસોની સુનાવણી કરવામાં આવશે.

કોર્ટના એક અધિકારીએ કહ્યું હતું કે એટીસી ન્યાયાધીશે હાફિઝ સઇદની અરજી પર નજર નાખી હતી જેમાં તેમણે આતંકવાદ માટે નાણાં પૂરા પાડવા અને કેસ પૂરો થયા પછી તેના વિરુદ્ધના તમામ કેસોને મર્જ કરવાની અપીલ કરી હતી. અધિકારીએ કહ્યું હતું કે ડેપ્યુટી પ્રોસીક્યુટરે સઈદની અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે તેની વિરુદ્ધ બે કેસોમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને કોર્ટ કાયદા હેઠળ નિર્ણય સંભળાવી શકે છે.

હાફિઝ સઈદના સાથીઓ હાફિઝ અબ્દુલ સલામ બિન મોહમ્મદ, મોહમ્મદ અશરફ અને પ્રોફેસર ઝફર ઇકબાલની આતંકવાદ વિરોધી કાયદા 1997 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં સરકાર વતી મુફ્તી અબ્દુર રઉફ વટોએ પોતાનો વલણ રજૂ કરીને સાક્ષીઓ રજૂ કર્યા હતા. તેમના મતે આ સમયગાળા દરમિયાન 23 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. વાટોના કહેવા પ્રમાણે હાફિઝ સઇદ ચેરીટી દ્વારા ગેરકાયદેસર રીતે આતંકવાદીઓ માટે નાણાં એકત્રિત કરે છે.

0Shares