- ENTERTAINMENT, Trending News

સોનમ કપૂરે CM કેજરીવાલને યાદ અપાવ્યો વાયદો, ટ્વીટ કરી કહી આ વાત

મંગળવારે (11 ફેબ્રુઆરી)એ દિલ્હી વિધાનસબા ચૂંટણીના પરિણામ સામે આવ્યા. ચૂંટણી પરિણામમાં એકવાર ફરીથી આમ આદમી પાર્ટીએ મોટી જીત નોંધાવી છે. પરિણામ સામે આવ્યા બાદથી જ આપ પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલને શુભકામનાઓ મળવા લાગી. આ દરમિયાન બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે અરવિંદ કેજરીવાલને તેમનો જ એક વાયદો યાદ અપાવ્યો છે.

હકીકતમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અરવિંદ કેજરીવાલને શુભકામનાઓ આપી. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું, ‘દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને શુભકામનાઓ. હું દિલ્હીના લોકોની આકાંક્ષાઓને પુરી કરવા માટે તેમને શુભકામનાઓ આપું છું.’

PM મોદીએ આ ટ્વીટનો જવાબ આપતા અરવિંદ કેજરીવાલને ટ્વીટર પર લખ્યું, ‘તમારો આભાર સર, હું આશા રાખું છું દિલ્હીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની દિશામાં સાથે મળીને કામ કરશું.’ કેજરીવાલના આ ટ્વીટને સોશિયલ મીડિયા પર ઘણું પસંદ કરવામાં આવ્યું.

કેજરીવાલે જે ટ્વીટથી પીએમ મોદીને આભાર કર્યો તે જ ટ્વીટ પર જ બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે કેજરીવાલને તેમનો વાયદો યાદ અપાવ્યો. સોનમે લખ્યું, ‘અને પ્રદૂષણ મુક્ત પણ…’. સોનમના આ ટ્વીટને સોશિયલ મીડિયા પર ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

0Shares