- TECHNOLOGY, Trending News

Samsung Galaxy M31: ભારતમાં લૉન્ચિંગ માટે તૈયાર, જાણો ફીચર્સ વિશે

સેમસંગ પોતાના નવા સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એમ31ને ભારતમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. સૈમસંગની માઈક્રોસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે Samsung Galaxy M31ને 25 ફેબ્રુઆરીએ ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. ગેલેક્સી એમ31, ગયા વર્ષે લૉન્ચ થયેલા ગેલેક્સી એમ30નું અપગ્રેડ વર્ઝન હશે.

હજુ સુધી સામે આવેલી જાણકારી પ્રમાણે Samsung Galaxy M31માં 64 મેગાપિક્સલનો મેન કેમેરા મળશે. તદ્દપરાંત ફોનની બેક પેનલની ડીઝાઈન ઘણી હદ સુદી ગેલેક્સી એ51ની જેવી જ હશે. ગેલેક્સી એમ31માં ચાર રિયર કેમેરા મળશે.

Samsung Galaxy M31ના સ્પેસિફિકેશન

માઈક્રોસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે Galaxy M31માં ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ઈનફિનિટી યૂ ડિસ્પ્લે મળશે. તદ્દપરાંત ફોનના બેક પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. આ ફોનમાં 6000એમએએચની બેટરી મળશે.

જણાવી દઈએ કે Samsung Galaxy M30માં 5000MAHની બેટરી હતી. આ ફોનમાં પણ એન્ડ્રૉઈડ 10 આધારિત વનયૂઆઈ 2.0 મળશે. તદ્દપરાંત ફોનમાં Exynos 9611 પ્રોસેસર આપવામાં આવશે અને 6GB રેમ સાથે 128 GB સુધીનું સ્ટોરેજ મળશે.

0Shares