- GUJARAT NEWS, slider news

LRD વિવાદઃ જ્યાં સુધી હાથમાં પરિપત્ર ન આવે ત્યાં સુધી ધરણા ખતમ નહીં થાયઃ આંદોલનકારી બહેનો

રાજયમાં LRDની ભરતીમાં અનામત વર્ગને અન્યાયના મુદ્દે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં છેલ્લા 64 દિવસથી ચાલતા મહિલાઓના આંદોલનમાં OBC સમાજની યુવતીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત બાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે અને 1-8-2018ના પરિપત્રમાં સુધારો કરવાની બાહેંધરી આપી છે. ત્યારે રાજ્ય સરકારની જાહેરાત બાદ સરકારના પ્રતિનિધીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે આંદોલનકારીઓને પારણા કરીને આંદોલન સમેટી લેવા સમજાવ્યા હતા. પરંતુ આંદોલનકારી બહેનો માની ન હતી.

મળતી માહિતી અનુસાર, લોક રક્ષક દળની ભરતીમાં અનામત મુદે છેલ્લા 64 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. ત્યારે રાજય સરકાર દ્વારા અનામત મુદે વર્ષ 2018નો પરિપત્ર રદ કરી નવો પરિપત્ર જારી કરવાની જાહેરાત કરાતા કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર, દિલીપ ઠાકોર સહિતના નેતાઓએ પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી હતી અને આંદોલન સમેટી લેવા સમાજાવ્યાં હતા. પરંતુ ધરણા કરનાર ઉમેદવારોએ જયાં સુધી હાથમાં પરિપત્ર ન આવે ત્યાં સુધી ધરણા ખતમ નહીં કરવાની જાહેરાત કરી છે. આજે સવારમાં પણ ધરણા ચાલું છે.

શું છે સમગ્ર મામલો?

ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2018માં લોક રક્ષક દળની સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે કુલ 3077 જેટલી જગ્યાઓ હતી. જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ યોજાઈ હતી. આ પરીક્ષાનું મેરીટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ મેરિટમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદ કરાઈ હતી. જેના સામે રાજ્યભરમાંથી મહિલા ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પર બેઠી હતી.

રાજ્યમાં ઠેર-ઠેર માલધારી- આદિવાસી મહિલાઓ, OBC, SC અને ST સમાજના ઉમેદવારો દ્વારા પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો.

0Shares