- ENTERTAINMENT

અર્જૂન કપૂર-મલાઇકા અરોરાના લગ્નમાં મોડું થવાનું આ છે કારણ

અભિનેતા અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાના લગ્નને લઇને ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ હજુ આ અંગે કોઇ સ્પષ્ટ તારીખ કે સમય પર સસ્પેન્સ બનેલું છે કે આ બંને લગ્ન ક્યારે કરશે?

જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ મલાઇકા અરોરા તો લગ્નને લઇ રાજી છે પરંતુ અર્જૂન કપૂરના કારણે લગ્નમાં મોડુ થઇ રહ્યું છે. અર્જૂન કપૂર આ સમયે લગ્ન માટે તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે.

અર્જૂન કપૂરનો પરિવાર તો ઇચ્છે છે કે તે જલ્દી લગ્ન કરી લે પરંતુ અભિનેતા તૈયાર નથી. અર્જૂન કપૂરના જણાવ્યા અનુસાર સાચા સમયે લગ્ન કરશે. એક ઇન્ટરવ્યું આપતા સમયે અર્જૂન કપૂરે મલાઇકા સાથેના સંબંધને લઇને જણાવ્યું હતું.

અર્જૂન કપૂરે કહ્યું કે હું જરૂરિયાત કરતાં વધારે મેચ્યોર વ્યકિત છું. જ્યારે આવડો મોટો નિર્ણય લેવાનો છે ત્યારે થોડો સમય વિચારીને નિર્ણય લેવામાં આવશે. ના જલ્દી કે ના મોડુ, બધુ સમયસર કરવામાં આવશે.

અર્જૂન કપૂર તો એટલે સુધી કહ્યું કે તે પોતાનો સંબંધ કોઇનાથી છૂપાવા માગતો નથી. તે લગ્ન કરવા ઇચ્છે છે પરંતુ ક્યારે અને ક્યાં તેના માટે રાહ છે. આમ તો મલાઇકા અને અર્જૂનના લગ્નમાં મોડુ થવાનું કારણ તેમના ચાલતા પ્રોજેક્ટ બતાવામાં આવી રહ્યાં છે.

અર્જૂન કપૂર આ વર્ષે બે ફિલ્મમાં જોવા મળશે. દિબાકર બેનર્જી નિર્દેશિત સંદીપ અને પિંકી ફરારમાં કરવાનો છે. તેની સામે પરિણીતી ચોપરા હિરોઇન છે.

0Shares