- TECHNOLOGY, Trending News

Redmi 8A Dual દમદાર બેટરી સાથે થયો લૉન્ચ, શરૂઆતી કિંમત 6,499

ચીનની સ્માર્ટફોન મેકર કંપની શાઓમી(XIAOMI)એ રિયલમી સી3ને ટક્કર આપવા માટે રેડમી 8એ ડ્યુઅલ(Redmi 8A Dual)ને લૉન્ચ કરી દીધો છે. આ ફોનમાં યુઝર્સને 5,000 એમએચની બેટરી, એચડી ડિસ્પ્લે અને દમદાર પ્રોસેસરનો સપોર્ટ મળશે. તદ્દપરાંત કંપની 10,000 અને 20,000 એમએચની બેટરીવાળુ પાવરબેંક પણ રજુ કર્યા છે. જ્યારે, ગ્રાહક આ ફોનને સ્કાઈ વ્હાઈટ, સી બ્લૂ અને મિડનાઈટ ગ્રે કલર સાથે ખરીદી શકશે.

Redmi 8A Dualની કિંમત

કંપનીએ આ ફોનને 2+32GB સ્ટોરેજ અને 3+32GB સ્ટોરેજ સાથે બજારમાં ઉતાર્યો છે. કંપનીએ આ ફોનને પહેલા વેરિયન્ટની કિમત 6,499 રૂપિયા અને બીજા વેરિયન્ટની 6,999 રૂપિયા રાખી છે. સાથે જ, આ ફોનનો સેલ 18 ફેબ્રુઆરીથી ઈ-કૉમર્સ સાઈટ એમેઝોન અને કંપનીની સત્તાવાર સાઈટ પર શરૂ થઈ જશે.

Redmi 8A Dualના સ્પેશિફિકેશન

કંપનીએ આ ફોનમાં 6.22 ઈંચનું એચડી પ્લસ ડિસ્પ્લે આપ્યું છે, જેનું રિઝૉલ્યૂશન 1520×720 પિક્સલ છે. સાથે જ સ્ક્રીનનું પ્રોટેક્શન માટે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તદ્દપરાંત યુઝર્સને આ ફોનમાં સારા પરફૉર્મેન્સ માટે ક્વોલકૉમ સ્નેપડ્રેગન 439 એસઓસી મળ્યું છે. જ્યારે, આ ફોન લેટેસ્ટ ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

Redmi 8A Dualનો કેમેરા

કેમેરાની વાત કરીએ તો કંપનીએ તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે, જેમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનું સેન્સર રહેલું છે. તદ્દપરાંત યુઝર્સને આ ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરા મળ્યો છે.

Redmi 8A Dualની બેટરી

કનેક્ટિવિટીના હિસાબથી કંપનીએ આ ફોનમાં વાઈ-ફાઈ, જીપીએસ, બ્લૂટૂથ અને યૂએસબી પોર્ટ ટાઈપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તદ્દપરાંત યુઝર્સને આ ફોનમાં 5,000 એમએચની બેટરી મળી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ ફીચરથી લેસ છે.

0Shares