- FEATURED NEWS, slider news

ફક્ત 15 મિનિટના રૂઝાનોમાં મળી ગઈ કેજરીવાલને બહુમત, 21મી મિનિટમાં તમામ 70 સીટોની તસ્વીર સાફ

મંગળવારે સવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતની હેટ્રિક લગાવવા જઈ રહી છે. મહત્વની વાત એ છે કે પોસ્ટલ બેલેટની ગણતરી બાદ વેબસાઈટ્સ અને ચેનલો ઉપરાંત ટ્રેન્ડ્સમાં ફક્ત 15 મિનિટમાં જ એ નક્કી થઈ ગયું હતું કે કેજરીવાલ સરકારની વાપસી પાક્કી છે.

ત્યાર બાદ આગલી 6 મિનિટમાં એટલે કે 8 વાગ્યેને 21 મિનિટમાં તમામ 70 સીટોના રૂઝાન આવી ગયા અને આપે 50+ સીટો પર લીડ બનાવી લીધી, જ્યારે ભાજપ પણ પાછલી ચૂંટણીની તુલનામાં બઢત બનાવતા 15+ સીટો પર પહોંચવા જઈ રહી છે. કોંગ્રેસ તો ખાતુ પણ ખોલાવી શકી નથી અને શરૂઆતમાં આગળ ચાલી રહેલા બલ્લીમારનથી હારૂન યૂસુફ પણ પાછળ ગયા અને પાર્ટીની લીડ શૂન્ય થઈ ગઈ.

રૂઝાન દેખાડવામાં વેબસાઈટ્સ અને ટીવી ચેનલ હંમેશાની જેમ ચૂંટણી આયોગથી આગળ રહ્યા છે. ચૂંટણી આયોગે પહેલા એક કલાકમાં ફક્ત 20 સીટોના રૂઝાન પોતાની સાઈટ પર દેખાડ્યા જ્યારે બાકીની જગ્યાએ બધું જ સ્પષ્ટ થઈ ગયું અને કેજરીવાલના શપથ લેવાની તૈયારીઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ.

ઠીક 8 વાગ્યે તમામ 70 સીટો પર મતોની ગણતરી શરૂ થઈ. સૌથી પહેલા ડાક મત પત્રો(પોસ્ટલ બેલેટ) ગણાવા લાગ્યા.

પહેલું રૂઝાન 8.01 પર પહેલી જ મિનિટમાં આવી ગયું અને રસપ્રદ રીતે ભાજપના પક્ષમાં ગયું.

ત્યાર બાદ ચાર મિનિટમાં 5 સીટોના રૂઝાન આવ્યા, ભાજપ 03 અને આપ 2 સીટો પર આગળ નિકળી ગયા. અહીં ભાજપ સમર્થકોના ચહેરા પર થોડીક સ્માઈલ આવી, અને ટીવી એન્કર પણ ભાજપને ટક્કરમાં જણાવવા લાગ્યા.

પરંતુ, કુલ 7 મિનિટમાં 13 સીટોના રૂઝાનોમાં આપ 7 અને ભાજપ 6 પર આગળ નિકળ્યા તો પછી રૂઝાનમાં એકતરફી લીડ બનતી ગઈ.

8 મિનિટમાં 21 સીટોના રૂઝાન મળી ગયા અને આપ 13, ભાજપ 7 અને કોંગ્રેસ પણ 01 સીટો પર આગળ દેખાઈ.

ત્યાર બાદ આપે પાછળ વળીને ન જોયું અને 12 મિનિટમાં 36 સીટોના રૂઝાનોમાં આપ 27 અને ભાજપ 8 અને કોંગ્રેસ 01 પર આગળ નિકળ્યા.

ત્યાર બાદ ફક્ત ત્રણ મિનિટમાં તસ્વીર સાફ થઈ ગઈ અને કુલ 60 સીટોના રૂઝાનોમાં આપે બહુમતનો અડધો રસ્તો નક્કી કરતા મેજિક ફિગર ક્રોસ કરી લીધું. 45 સીટો પર આપ, 13 પર ભાજપ અને 02 પર કોંગ્રેસને બઢતનું રૂઝાન મળી ગયું.

13થી 15 મિનિટ વચ્ચે જેવી આપે બહુમતનો આંકડો પાર કર્યો, પાર્ટીની લીડ મજબૂત થવા લાગી અને 50 તરફ આગળ વધવા લાગી. ભાજપ 15થી 18 વચ્ચે અટકેલી જોવા મળી. આગલી 7 મિનિટમાં આપે તેજીથી લીડ લીધી અને 53 સીટો પર બઢત બનાવી લીધી, ભાજપ 15 અને કોંગ્રેસ 01 પર સમેટાઈ ગઈ.

આ રીતે 2020ના પહેલા ચૂંટણી પરિણામમાં ટ્રેન્ડે તમામ રેકૉર્ડ તોડી નાખ્યા અને ફક્ત 21 મિનિટના પોસ્ટલ બેલેટની ગણતરીમાં સંપૂર્ણ તસ્વીર સાફ થઈ ગઈ. ત્યાર બાદ આગલા એક કલાકમાં ફક્ત 4થી 5 સીટો પર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, જેમાં કોંગ્રેસ પાછલી વખતની જેમ ખાતુ પણ ખોલવામાં અસમર્થ દેખાઈ રહ્યું છે, આપ 48થી 50 જ્યારે ભાજપ 18થી 20 સીટો પર અટકીને ઉભી છે.

0Shares