- FEATURED NEWS, slider news

Delhi Results: અલકા લાંબાથી લઈ કપિલ મિશ્રા સુધી, આ નેતાઓએ બદલી પાર્ટી, જાણો શું છે પરિસ્થિતિ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020ની મત ગણતરી ચાલી રહી છે. આ વખતે દિલ્હીમાં ચૂંટણી પહેલા ઘણા નેતાઓએ પાલો બદલીને ચૂંટણી સમયે પોતાનો પક્ષ છોડી દીધો હતો અને ટિકિટની ફિરાકમાં અન્ય પક્ષોમાં ગયા હતા. ઘણા નેતાઓ પહેલાથી જ પોતાનો પક્ષ છોડી ચૂક્યા છે. જનતાએ આ વખતે આવા નેતાઓને શું સંદેશો આપ્યો. અમે તમને વિગતવાર જણાવીશું.

અલકા લાંબા-

હાલની જાણકારી અનુસાર, ચાંદની ચોકથી અલકા લાંબા આ સમયે પાછળ ચાલી રહ્યા છે.

એક સમયે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓમાં સમાવિષ્ટ અલકા લાંબા ચૂંટણી પહેલા AAP છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. તે આપની ટિકિટ પર ચાંદની ચોકથી ચૂંટણી જીતીને 2015માં ધારાસભ્ય બન્યા હતા. આ વખતે તે ચાંદની ચોકથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

પ્રહલાદ સાહની-

અલકા લાંબા આપમાંથી કોંગ્રેસમાં આવ્યા, તે પછી કોંગ્રેસના ઉમેદવાર પ્રહલાદ સાહની AAPમાં આવ્યા હતા. આ સમયમાં તે ચાંદની ચોકથી AAPની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

કપિલ મિશ્રા-

મોડેલ ટાઉનમાંથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા પણ પાછળ છે.

કપિલ મિશ્રા આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવ્યા છે. કપિલ મિશ્રાએ ગત વિધાનસભાની ચૂંટણી AAPની ટિકિટ પર લડ્યા હતા. પરંતુ બાદમાં તેમણે સીએમ અરવિંદ કેજરીવાલ સાથેના અણબનાવ બાદ પાર્ટી છોડી દીધી હતી.

આદર્શ શાસ્ત્રી-

કોંગ્રેસના ઉમેદવાર આદર્શ શાસ્ત્રી દ્વારકા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.

2015ની વિધાનસભાની ચૂંટણીમાં, આદર્શ શાસ્ત્રીએ દ્વારકા બેઠક પરથી 40 હજાર મતોના વિશાળ અંતરથી જીત મેળવી હતી. આ વખતે AAPએ તેમની ટિકિટ કાપી દીધી. આ સાથે અહીં સમીકરણ ઝડપથી બદલાઈ ગયું. આદર્શ શાસ્ત્રી કોંગ્રેસમાં ગયા હતા. કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે.

વિનય મિશ્રા-

દ્વારકા બેઠક પર બીજો એક આકર્ષક ફેરબદલ થયો, અહીં કોંગ્રેસના નેતા વિનય મિશ્રા આપમાં આવ્યા છે. AAPએ તેમને દ્વારકા બેઠક પરથી ટિકિટ આપી છે.

રાજકુમારી ઢિલ્લન

રાજકુમારી ઢિલ્લન કોંગ્રેસના નેતા હતા. પરંતુ આ વખતે તે ચૂંટણી પહેલા AAPમાં આવ્યા હતા. AAPએ તેમને હરિનગર બેઠક પરથી ટિકિટ આપી છે.

અનિલ વાજપેયી-

અનિલ વાજપેયી ગાંધીનગરથી આગળ છે.

અનિલ વાજપેયીએ પાછલી વખતે ગાંધીનગર સીટ પરથી AAPની ટિકીટ પર ચૂંટણી જીત્યા હતા. તે આ વખતે ભાજપની ટિકીટ પરથી મેદાનમાં છે.

રામસિંહ નેતા જી-

બંદરપુર બેઠક પરથી કોંગ્રેસના નેતા રહી ચૂકેલા રામસિંહ નેતાજી આ વખતે AAPમાં છે. તેમને AAP દ્વારા ટિકિટ આપવામાં આવી છે.

શોએબ ઈકબાલ-

શોએબ ઇકબાલ 2015માં કોંગ્રેસના ઉમેદવાર હતા. આ વખતે તે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

0Shares