- FEATURED NEWS, TECHNOLOGY

iPhone યૂઝર્સ આવી રીતે કરી શકે છે WhatsApp ડાર્ક મોડનો ઉપયોગ

WhatsApp નો ડાર્ક મોડ ફીચર હવે આઇફોન યૂઝર્સને પણ મળી રહ્યો છે. હાલમાં તે માત્ર ટેસ્ટિંગ હેઠળ વાપરી શકશો. iOS ટેસ્ટ ફલાઇટ એપની હેઠળ તમે તેનું ટેસ્ટિંગ કરી શકશો.

છેલ્લા ઘણા સમયથી WhatsApp ડાર્ક મોડ ફિચર ચર્ચામાં છે અને તેને એન્ડ્રોઇડ બીટા એપ માટે થોડા સમય પહેલા જ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટેસ્ટ ફલાઇટ પછી કંપની આઇફોન યૂઝર્સ માટે સ્ટેબલ વર્ઝનનું અપડેટ જારી કરશે.

જો તમે Testflight યૂઝર છો તો તમે તેમાં જઇને ચેક કરી શકો છો. જો તમારી પાસે WhatsApp નું વર્જન 2.20.30 છે તો આપ ડાર્ક મોડ એક્સેસ કરી શકો છે.

ધ્યાન આપવાની વાત એ છે કે તેના વપરાશ માટે તમારા આઇફોનમાં iOS 9 અથવા તેના ઉપરનું WhatsApp વર્જન હોવું જોઇએ.

એન્ડ્રોઇડ માં આપવામાં આવેલ ડાર્ક મોડ ફીચરની વાત કરીએ તો અહીં બીટા વર્ઝનમાં જ આ ફીચર આપવામાં આવે છે. હાલમાં જ ડાર્ક મોડમાં કેટલા નવા સોલિડ ડાર્ક વોલપેપર્સ પણ આપવામાં આવ્યાં છે. આવનારા સમયમાં આઇફોન માટે આપવામાં આવતા વોટસએપ ડાર્ક મોડમાં પણ નવા સોલિડ કલર વોલપેપર્સ આપવામાં આવી શકે છે.

જો કે હાલમાં એ હજુ જાણવા મળ્યું નથી કે કંપની iOS માટે ક્યારે ફાઇનલ બિલ્ડનો અપડેટ જારી કરશે જેમાં ડાર્ક મોડ આપવામાં આવશે.

0Shares