- LIFE STYLE, Trending News

હાર્ટથી લઈ મગજની બીમારી સુધી આ રીતે ફાયદાકારક હોય છે ચૉકલેટ

દરેક ઉંમરના લોકોને ચૉકલેટ ખુબ જ પસંદ હોય છે. તે લો બ્લડ પ્રેશરથી લઈ હાર્ટ સુધીની બીમારીઓમાં ખુબ જ ફાયદાકારક હોય છે. ચૉકલેટમાં કોકોની માત્રા વધારે હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. સો ગ્રામ ડાર્ક ચૉકલેટમાં 70 ટકાથી લઈ 75 ટકા સુધી કોકોની માત્રા હોય છે. જ્યારે, જો ફાઈબરની વાત કરીએ તો 11 ટકા ફાયબર હોય છે. ચૉકલેટમાં ઘણા પ્રકારના પોષક તત્વો પણ હોય છે. તેમાં આયર્નથી લઈ મેગ્નીશિયમ, જિંગ અને ફોસ્ફરસ રહેલું હોય છે. ચૉકલેટમાં એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ હોય છે.

ચૉકલેટમાં રહેલુ એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ સ્વાસ્થ્યની સાથે જ તમારી ત્વચા માટે પણ ખુબ જ લાભકારી હોય છે. જો તમને ચૉકલેટ પસંદ છે તો તમે ડાર્ક ચૉકલેટ ખાઓ કેમ કે તેમાં ખાંડની માત્રા ખુબ ઓછી હોય છે. આ જ કારણ છે કે આ સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ડાર્ક ચૉકલેટ ખાવાથી તમને રિલેક્સ અનુભવ થાય છે અને તણાવ તેમજ ડિપ્રેશન દૂર થાય છે.

ચૉકલેટ તમારી ત્વચા પર દેખાતા વધતી ઉંમરના લક્ષણોને ઓછા કરે છે. આ જ કારણ છે કે આજકાલ ચૉકલેટ બાથ ઘણું લોકપ્રિય છે. જે લોકોને બ્લડ પ્રેશર લો રહેવાની ફરિયાદ રહે છે તેમને ચૉકલેટ ખાવાની સલાહ આપવામાં આવે છે કેમ કે તેનાથી બ્લડ પ્રેશર ઠીક રહે છે.

ચૉકલેટ શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. આ જ કારણ છે કે ચૉકલેટ મોટાપાને ઓછું કરવાથી લઈ હાર્ટ સુધીની અનેક બીમારીઓના જોખમને ઓછું કરે છે. ઘણી શોધોમાં ચૉકલેટને મગજના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી જણાવવામાં આવી છે. તેને ખાવાથી મગજમાં રક્ત સંચાર સારુ રહે છે.

બીએમજેમાં પ્રકાશિત એક શોધમાં કહેવામાં આવ્યું છે કે ચૉકલેટ ખાવાથી દિલની બીમારીઓનું જોખમ એક-તૃતિયાંશ ઓછું થઈ જાય છે. તદ્દપરાંત સ્ટ્રોકમાં પણ ચૉકલેટ લાભકારી હોય છે. કનાડાના વૈજ્ઞાનિકોએ પોતાના એક અધ્યયનમાં જણાવ્યું છે કે ચૉકલેટ ખાવાથી સ્ટ્રોકનું જોખમ 22 ટકા સુધી ઓછું થઈ જાય છે.

0Shares