- ENTERTAINMENT, Trending News

Oscars 2020- ‘પૈરાસાઈટ’ પહેલી નૉન-ઈંગ્લિશ બેસ્ટ ફિલ્મ બની, જાણો કોને શું મળ્યું

92માં એકેડમી એવૉર્ડ્સનું આયોજન રવિવારે રાત્રે હૉલીવુડના ડૉલ્બી થિએટરમાં થયું. ફિલ્મ સમીક્ષકોના દાવાઓને નકારી કાઢતા દક્ષિણ કોરિયન ફિલ્મ ‘પૈરાસાઈટે’ બેસ્ટ પિક્ચરનો ઑસ્કર એવૉર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો. ‘પૈરાસાઈટ’ ઑસ્કર જીતનારી પહેલી બિન-અંગ્રેજી ફિલ્મ બની ગઈ છે.

આ ફિલ્મને કુલ ચાર એવૉર્ડ- બેસ્ટ ઓરિજનલ સ્ક્રીનપ્લે, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર કેટેગરીમાં મળ્યા છે. બેસ્ટ એક્ટરનો એવૉર્ડ ‘જોકર’ માટે વૉકિન ફીનિક્સને મળ્યો. જ્યારે, ફિલ્મ ‘જૂડી’ માટે રિની જૈલવેગર બેસ્ટ એક્ટ્રેસ પસંદ કરાયા છે.

કોને શું મળ્યું:

બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રોડક્શનમાં બનેલી ‘અમેરિકન ફેક્ટરી’ને મળ્યો હતો.

શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ બ્રાન્ડ પિટને ‘વન્સ અપન એ ટાઇમ ઇન હોલીવુડ’ માટે આપવામાં આવ્યો હતો.

લૌરા ડર્ને શ્રેષ્ઠ સહાયક કેટેગરીમાં ‘મેરેજ સ્ટોરી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યો.

એલ્ટન જ્હોનને ફિલ્મ ‘રોકેટમેન’ના આઈ એમ ગોના લવ મી અગેન ગીત માટે બેસ્ટ ઓરિજિનલ સોંગ એવોર્ડ મળ્યો હતો.

હિલ્ડર ગુડનાડોટ્ટીરને ‘જોકર’ માટે બેસ્ટ ઓરિજિનલ સ્કોર એવોર્ડ મળ્યો.

કાઝુઓ હિરો, એને મોર્ગન અને વિવિયન બેકરે ‘બોમ્બશૈલ’ માટે શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલનો એવોર્ડ મેળવ્યો.

વોર એપિક ‘1917’એ બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ એવોર્ડ જીત્યો.

માઇકલ મૈકસ્કર અને એન્ડ્ર્યુ બકલેન્ડે ફોર્ડ વી ફેરારીનું સર્વશ્રેષ્ઠ ફિલ્મ સંપાદનનો ખિતાબ જીત્યો.

‘1917’ માટે રૉજર ડેકિન્સને બેસ્ટ સિનેમેટોગ્રાફી એવોર્ડ મળ્યો હતો.

બેસ્ટ સ્ક્રીન પ્લે એવોર્ડ ડિરેક્ટર બૉન્ગ જૂન હોને મળ્યો. આ એવોર્ડ તેમને કોરિયન ફિલ્મ ‘પરાસાઈટ’ માટે આપવામાં આવ્યો હતો.

તાઈકા વતીતીને એડપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં ‘જોજો રેબિટ’ માટે પસંદ કરવામાં આવી હતી.

‘ટોય સ્ટોરી 4’ શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ બની.

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો એવોર્ડ ‘હેર લવ’ ને આપવામાં આવ્યો હતો.

‘હેર લવ’ના ડિરેક્ટર મેથ્યુ ચેરીએ આ એવોર્ડ દિવંગત કોબે બ્રાયન્ટને સમર્પિત કર્યો.

આ વર્ષે સર્વશ્રેષ્ઠ લાઇવ એક્શન શૉર્ટ ફિલ્મ ‘ધ નેબર્સ વિંડો’ બની હતી.

0Shares