- EDUCATION, GUJARAT NEWS, slider news

ગુજરાતઃ એપ્રિલ-20થી તમામ સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ, દર વર્ષે લેવાશે આટલી પરીક્ષા

ગાંધીનગરઃ ગુજરાતમાં હવે સીબીએસઈની જેમ ગુજરાત શિક્ષણ વિભાગે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં એપ્રિલ મહિનાથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. પ્રથમ અને બીજા સત્રના દિવસો રહેલી ઘટને પૂર્ણ કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત એપ્રિલ મહિનામાં જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક મળી રહે તેવુ પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શિક્ષણ વિભાગે માર્ચ મહિનામાં જ તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવા માટે શાળાઓને આદેશ કર્યો છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સેક્રેટરી વિનોદ રાવે કહ્યું, નવું પ્લાનિંગ અમલમાં આવશે. પુસ્તકોની પણ કોઈ અછત નહીં સર્જાય. ધોરણ 9થી 12 સુધીના પુસ્તકોનું પ્રિન્ટિંગ ખતમ થઈ ગયું છે અને તે માર્ચમાં વહેંચવામાં આવશે. તો ધોરણ 6થી 8ની પુસ્તકોનું 70 ટકા પ્રિન્ટિંગ કામ પણ ખતમ થઈ ગયું છે. જ્યારે ધોરણ 1થી 8 સુધીની ચોપડીનું પ્રિન્ટિંગ માર્ચના મધ્ય સુધીમાં ખતમ થશે. શિક્ષણ વિભાગે માંગને પહોંચી વળવા 50 ટકા વધારે ચોપડી પ્રિન્ટ કરાવી છે.

શિક્ષણ વિભાગે સ્કૂલોને એપ્રિલ-20થી નવું શૈક્ષણિક વર્ષ શરુ કરવા માટે કહ્યું છે, જે એપ્રિલ 2020-21 સુધી ચાલશે. સકર્યુલરમાં એમ પણ કહેવાયું છે કે સ્ટ્રેસને ઘટાડવા વર્ષ દરમિયાન ઓક્ટોબર અને માર્ચમાં બે પરીક્ષા લેવાશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વેકેશન હવે CBSC બોર્ડની જેમ આપવાનું રહેશે. સ્કૂલોમાં 4 મે થી 7મી જૂન સુધીનું ઉનાળું વેકેશન રહેશે. તેમજ નિયમ અનુસાર જ દિવાળી વેકેશન આપવામાં આવશે. આ નવો નિયમ નવા શૈક્ષણિક વર્ષ 2020-2021થી લાગૂ કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક મળી જાય તેવું આયોજન કરવા માટે બોર્ડ દ્વારા પાઠ્ય પુસ્તક મંડળને આદેશ કર્યો છે.

0Shares