- TECHNOLOGY, Trending News

ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ થયા હેક, આ મોટા ગ્રુપનો છે હાથ

દુનિયાની ત્રણ મોદી સોશિયલ મીડિયા સાઈટના એકાઉન્ટ હેક થવાની ખબર છે. હેકિંગ ગ્રુપ OurMineએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર અને ટ્વીટરના એકાઉન્ટને હેક કરવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે, જો કે હજુ સુધી એકાઉન્ટને રી-સ્ટોર કરી લેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે અવરમાઈન ગ્રુપ આ પહેલા ગુગુલના સીઈઓ સુંદર પિચાઈ, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ટ્વીટરના સીઈઓ જૈક ડૉર્સીનું એકાઉન્ટ હેક કરી ચૂક્યું છે. આ ગ્રુપે આ વર્ષે જાન્યુઆરીમાં યૂએસ નેશનલ ફુટબૉલ લીક ટીમનું એકાઉન્ટ હેક કર્યું હતું.

ફેસબુકે પણ આ હેકિંગની પુષ્ટિ કરતા કહ્યું છે કે તેના કેટલાક કૉર્પોરેટ સોશિયલ એકાઉન્ટને હેક કરવામાં આવ્યા હતા જેને હવે રિ-સ્ટોર કરી લેવામાં આવ્યા છે.

0Shares