- ENTERTAINMENT, Trending News

VIDEO: The Kapil Sharma Showના સેટ પર બેભાન થયો કાર્તિક આર્યન

બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી સારા અલી ખાન હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘લવ આજ કલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કાર્તિક અને સારા અલગ-અલગ ઈવેન્ટ્સમાં જઈને પોતાની ફિલ્મનો પ્રચાર કરી રહ્યા છે. તદ્દપરાંત બંન્ને ઘણા ટીવી શોમાં પણ પહોંચી રહ્યા છે. તાજેતરમાં જ બંન્ને સોની ટેલીવિઝન પર પ્રસારિત થનારા શો ‘ધ કપિલ શર્મા શો’માં પણ દેખાયા હતા.

શોમાં પહોંચેલા સારા અને કાર્તિકે કપિલના ઘણા સવાલોના મજેદાર જવાબ આપ્યા. આ દરમિયાન શોના સેટ પર કંઈક એવું થયું કે કાર્તિક આર્યન બેભાન થઈ ગયો. કાર્તિકના બેભાન થવાનું કારણ બની જજ અર્ચના પૂરન સિંહ. આ સંપૂર્ણ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે કાર્તિક શો પર કેવી રીતે બેભાન થયા.

હકીકતમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન મસ્તી-મસ્તીમાં કપિલ સારા અને કાર્તિક વિશે વાત કરતા કહે છે કે ‘આમણે મીડિયાની સામે સારાને ગોદમાં ઉઠાવવાની ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી. માટે તે એકવાર ફરીથી તમારા બધાની સામે આ ચેલેન્જ કરશે.’ આ દરમિયાન કપિલ શર્મા આ ચેલેન્જમાં એક ટ્વીસ્ટ આપતા અર્ચના પૂરન સિંહને સેટ પર બોલાવી દે છે. પછી જે થયું તે તમે જાતે જ વીડિયોમાં જોઈ લો….

0Shares