- TECHNOLOGY, Trending News

આ કંપનીએ ભારતમાં લોન્ચ કર્યો સ્માર્ટ પંખો, કિંમત જાણીને ચોંકી જશો

લક્ઝેયરે ભારતમાં તેના નવા લક્ઝરી ફેનને રજૂ કર્યો છે. આ લક્ઝેયરનો એક સ્માર્ટ ફેન છે જે કંપનીનો પ્રથમ ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઇઓટી) ઈનેબલ્ડ સ્માર્ટ ફેન છે. લક્ઝેયરનો ફેન બ્રશલેસ ડીસી મોટર (બીએલડીસી) ટેકનીકથી સજ્જ છે. આ પંખાનું મૉડેલ આઇઓટી ઈનેબલ્ડ લક્સ 5130 છે.

લક્ઝેયરના સ્માર્ટ પંખાની ખાસિયતો

પરંપરાગત પંખામાં સામાન્ય રીતે ત્રણ પાંખો હોય છે પરંતુ લક્ઝેયરનો આ સ્માર્ટ ફેન 4 પાંખીયા ધરાવે છે. આ ફેનને ફોન અને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. આ ફેનમાં Wi-Fiનો પણ સપોર્ટે છે. આની બીજી વિશેષતા એ છે કે, તેમાં રેગુલેટર લગાવવાની જરૂર નથી. આ પંખામાં એમેઝોન એલેક્સાનો પણ સપોર્ટે છે. આ કિસ્સામાં, તેને વૉઇસ કમાન્ડ દ્વારા પણ નિયંત્રિત કરી શકાય છે.

મળશે 10 વર્ષની વોરન્ટી

તમે બોલીને પંખાની ગતિ અને મોડ બદલી શકો છો. તેના સિવાય પંખાને વિપરીત રોટેશન અને લો અને ધીમી સ્પીડનો વૉઇસ કમાન્ડ પણ આપી શકો છો. એલેક્સા સિવાય પંખામાં ગૂગલ આસિસ્ટન્ટ અને એપ સિરી માટે પણ સપોર્ટ છે. લાકડાની બ્લેડ સાથે આ ડિઝાઇનર સીલિંગ પંખામાં એક ચળકતી પ્રીમિયમ ફિનિશ આપવામાં આવી છે. તે 4 બ્લેડ્સ અને 2 કલર વેરિયન્ટ મેટ વ્હાઇટ બ્લેડમાં મેટ વ્હાઇટ મોટર અને વૉલનટ કલર બ્લેડવાળા બ્લેક મોટરમાં મળે છે.

પંખા સાથે લાઈટ પણ હશે, જે 20 વોટની વૉર્મ વાઈટ 3000ના એલઇડી લાઇટ છે. પંખાની ટૉપસ્પીડ 218 આરપીએમ છે. કંપનીએ બીએલડીસી મોટરને લઈ માત્ર 26 વૉટ વીજળીનો દાવો કર્યો છે. પંખાની મોટર પર 10 વર્ષની વૉરન્ટિ આપવામાં આવી રહી છે. આ ફેન કંપનીની વેબસાઇટ પરથી પણ ખરીદી શકાય છે. પંખાની કિંમત 1,25,000 રૂપિયા છે.

0Shares