- EDUCATION, GUJARAT NEWS, slider news

આવતા વર્ષથી માર્ચમાં નહીં પણ આ મહિનામાં યોજાશે બોર્ડની પરીક્ષાઓ

ગાંધીનગરઃ શિક્ષણ વિભાગે સેન્ટ્રલ બોર્ડની એકડેમિક પેટર્નેનો અમલ કરીને રાજ્યની તમામ શાળામાં એપ્રિલ મહિનાથી શૈક્ષણિક સત્ર શરુ કરવાનો ઠરાવ કર્યો છે. જેને કારણે 2020-21ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાને બદલે ફેબ્રુઆરી માહિનામાં યોજાશે. હવે સીબીએસઈની જેમ ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ પણ વહેલી લેવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, રાજ્યની તમામ શાળામાં શૈક્ષણિક વર્ષ એપ્રિલથી જ શરુ કરી દેવાનો ઠરાવ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેથી ગુજરાત બોર્ડની શાળાઓ પણ CBSEની જેમ એપ્રિલ મહિનાથી શરૂ કરી દેવામાં આવશે. આ સાથે આગમી શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક અને ધો.9 તથા 11ની વાર્ષિક પરીક્ષાઓ પણ માર્ચના અંત સુધીમાં યોજી દેવામાં આવશે.

શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, આવતા વર્ષે એટલે 2021માં CBSCની જેમ ગુજરાત બોર્ડની તમામ શાળાઓ પણ એપ્રિલ મહિનાથી શરુ કરી દેવામાં આવશે, હાલ માર્ચના પ્રથમ સપ્તાહમાં જે પરીક્ષાઓ યોજાય છે. તે આગમી વર્ષે 20મી ફેબ્રુઆરી બાદથી પરીક્ષાઓ શરુ થશે. જે માટે બોર્ડનું એકડેમિક કેલેન્ડર પણ નવેસરથી તૈયાર કરાશે.

0Shares