- TECHNOLOGY, Trending News

Facebook પર કોઈની સાથે આવી વાતો કરી તો ગયા સમજજો

તેર વર્ષથી નાના બાળકો માટે ફેસબુક મેસેજિંગ એપ્લિકેશન પર હવે તેમના માતાપિતા મોનિટર કરી શકશે. બાળકોની સલામતી અંગે સતત ઉઠી રહેલા પ્રશ્નોને પગલે ફેસબુક દ્વારા મંગળવારે નવા ટૂલ્સ અને સુવિધાઓ બહાર પાડવામાં આવી, જેમાં આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

બાળકોને ઑનલાઇન અસુરક્ષિત વાતાવરણ આપવા બદલ ફેસબુકની સતત ટીકા કરવામાં આવતી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં, બાળકોને મેસેંજર કિડ્સ એપ પર એવા ગ્રુપ ચેટમાં જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેના સભ્યો તેમના માતાપિતાની પરવાનગી સાથે ઉમેરવામાં આવ્યાં ન હતા.

જ્યારે, ચિલ્ડ્રન્સ એપ્લિકેશનમાં સંદેશાઓ પણ એન્ક્રિપ્ટ કરવામાં આવ્યા હતા, જેના પર ઘણા દેશોની સરકારોએ વાંધો ઉઠાવ્યો હતો. આને કારણે, બાળકોના ઑનલાઈન શોષણની જાણકારીઓ તેમજ સાક્ષ્ય એકઠું કરવામાં વિઘ્ન આવી રહ્યું હતું.

બાળકોના એકાઉન્ટ પર માતા-પિતાને હવે અધિકાર છે કે તેઓ….

બાળકોના મેસેજિંગ એપની ચેટ હિસ્ટ્રી જોઈ શકશો
બ્લૉક કે અનબ્લૉક કરેલા એકાઉન્ટ્સની જાણકારી લઈ શકશે
ઈનબૉક્સમાં તાજેતરના મોકલેલા ફોટો-વીડિયો જોઈ શકશે
જરૂરિયાત પ્રમાણે ફોટો-વીડિયો હટાવી શકાશે

0Shares