- TECHNOLOGY, Trending News

POCO X2 ભારતમાં લૉન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે

ચીની સ્માર્ટફોન કંપની Xiaomiની સબસિડરી POCOએ ભારતમાં POCO X2 સ્માર્ટફોનને લૉન્ચ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે POCO F1 બાદ તે આ કંપનીનો બીજો સ્માર્ટફોન હશે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં જ Xiaomi એ ચીનમાં Redmi K30 લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનને કંપનીએ કેટલાક ફેરફાર સાથે ભારતમાં POCO X2 તરીકે રજૂ કર્યો છે.

POCOની આક્રામક કિંમત અને હાઈ એન્ડ સ્પેસિફિકેશન્સ, આ કંપનીની ખાસિયત રહી છે. કંપનીએ આ વખતે પણ કિંમત અને સ્પેસિફિકેશન્સથી કંપનીના ફેન્સને નિરાશ નથી કર્યા.

POCO X2ની શરૂઆતી કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત 6/64GB વેરિયન્ટની છે. જ્યારે 6GB+128GB વેરિયન્ટની કિંમત 16,999 રૂપિયા અને 8GB+256GB વેરિયન્ટની કિંમત 19,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનનો સેલ 11 ફેબ્રુઆરીથી શરૂ થશે.

POCO X2 માં 6.67 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ HDR10 છે અને તેના પર Cornig Gorilla Glass 5નું પ્રોટેક્શન છે. આ સ્માર્ટફોનની ખાસિયત એ છે કે તેમાં 120Hz રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે છે. તેને યુઝ કરવા પર બીજા સ્ટાન્ડર્ડ સ્માર્ટફોન્સના મુકાબલે તે વધારે સ્મૂથ લાગશે.

POCO X2માં Android 10 બેસ્ડ શાઓમીનો કસ્ટમ યુઝર ઈન્ટરફેસ MIUI 11 આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 730G પર ચાલે છે અને ગ્રાફિક્સ માટે તેમાં Adreno 618 આપવામાં આવ્યું છે.

POCO X2માં ફોટૉગ્રાફી માટે ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઈમરી લેન્સ 64 મેગાપિક્સલનો છે, બીજો 8 મેગાપિક્સલનો અને બે કેમેરા 2 મેગાપિક્સલના છે. સેલ્ફી માટે તેમાં ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. તેમાંથી એક 20 મેગાપિક્સલનો છે, બીજો 2મેગાપિક્સલનો છે.

POCO X2માં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4,500mAhની છે અને તેની સાથે 27W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે તેમાં USB Type C આપવામાં આવ્યું છે.

0Shares