- ACHIEVERS, ECONOMY, slider news

Budget 2020 LIVE: આ છે બજેટની તૈયારીમાં નિર્મલાની મદદ કરનારા 7 ધુરંધરો

નાણાં મંત્રાલયના ઘણા ઉચ્ચ અધિકારીઓએ નાણાં પ્રધાનને બજેટ તૈયાર કરવામાં મદદ કરી છે. ચાલો આપણે જાણીએ કે તેમની ટીમમાં ક્યા-ક્યા ધુરંધર લોકોનો સમાવેશ થાય છે.

નાણાં મંત્રાલય પાસે પાંચ વિભાગો છે- આર્થિક બાબતો, મહેસૂલ, ખર્ચ, નાણાકીય સેવાઓ, રોકાણ અને જાહેર સંપત્તિ મેનેજમેન્ટ (ડીઆઈપીએએમ). આ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, એટલે કે, સરકારના સેક્રેટરી અને મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) અને પ્રિન્સિપલ ઈકોનૉમિક એડવાઈઝર (પીઇએ) બજેટ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આ વખતનું બજેટ ખૂબ મહત્વનું છે.

કે. સુબ્રમણ્યમ, મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ) –

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને રઘુરામ રાજને ભણાવ્યા છે. તેમણે અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાંથી પ્રોફેસર લુઇગી જિંગાલેસ અને રઘુરામ રાજનના નેતૃત્વ હેઠળ ફાઇનાન્સિયલ ઇકોનોમિક્સમાંથી પીએચડી કર્યું છે. ભારતમાં, તેમણે આઈઆઈટી કાનપુર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (આઈઆઈએમ), કોલકાતામાંથી અભ્યાસ કર્યો છે. તેમને નાણાકીય ક્ષેત્રનું ઉંડી જાણકારી છે. તેઓ સેબી અને રિઝર્વ બેંકની ઘણી નિષ્ણાત સમિતિઓમાં રહી ચૂક્યા છે અને ભારતમાં પણ મોટા આર્થિક અને કોર્પોરેટ સુધારામાં ભાગ લઈ ચૂક્યા છે. તેમણે શુક્રવારે બજેટ પહેલા 2019-20નો આર્થિક સર્વે પણ રજૂ કર્યો છે.

રાજીવ કુમાર, નાણાકીય સેવાઓ વિભાગના સચિવ-

મોદી સરકારના અનેક મોટા એજન્ડા જેવા કે જાહેર બેન્કોના મર્જર, અટકેલા દેવાઓ પર કાબૂ વગેરે પર કામ કરવામાં રાજીવ કુમારની મહત્વની ભૂમિકા રહી છે. વીમા કંપનીઓના મર્જર કરવાની અને જાહેર બેંકોમાં સુધારો કરવાની જવાબદારી પણ તેમની પાસે છે. તેઓ નાણાં મંત્રાલયના પાંચ સચિવોમાં સૌથી વરિષ્ઠ છે.

1984 બેચના ઝારખંડ કેડરના આઈએએસ અધિકારી રાજીવ કુમારના કાર્યકાળ દરમિયાન, બેંકોમાં રૂ.2.1 લાખ કરોડનો રિકેપિટલાઈજેશન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. તેમને બેંકોના વિશાળ એનપીએ અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી)માં રોકડ તંગી જેવા પડકારોનો સામનો કરવો પડશે. આ તેમનું છેલ્લું બજેટ હોઈ શકે, કેમ કે તે ફેબ્રુઆરીના અંત સુધીમાં રિટાયર થઈ શકે છે.

અજય ભૂષણ પાંડે, મહેસૂલ સચિવ-

આધાર કાર્ડ પરિયોજનાને સાકાર કરનારી યૂનીક આઈડેન્ટિફિકેશન અથૉરિટીમાં કૌશલ દેખાયા બાદ હવે અજય ભૂષણ પાસેથી મહેસુલના મોર્ચા પર કમાલ કરવાની આશા છે. તેઓએ હસમુખ અધિયાની જગ્યા સીધી છે.

સુસ્ત અર્થવ્યવસ્થામાં સરકારી ખર્ચમાં વધારવાની જરૂર છે, પરંતુ તે એટલું સરળ નથી. આ કિસ્સામાં તેમની ટીકા કરવામાં આવે છે કે તેમણે કરવેરાની આવકનું અવ્યવહારુ લક્ષ્ય નક્કી કર્યું છે, જે હવે પ્રાપ્ત કરવું શક્ય નથી લાગતું. તેઓએ શું સૂચન કર્યું છે તે બજેટ બાદ જણાશે. તે મહારાષ્ટ્ર કેડરના 1984 બેચના આઈએએસ અધિકારી છે. રાજીવ કુમારની નિવૃત્તિ બાદ તેઓ નાણાં વિભાગના સચિવ બની શકે છે.

અતનુ ચક્રવર્તી, આર્થિક બાબતોના સચિવ-

1985 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારીએ ગયા વર્ષે સરકારના વિનિવેશ લક્ષ્યાંકને પૂરુ કરવામાં ઘણી મદદ કરી હતી. આ માટે તેમણે ઘણી અનોખી સલાહ આપી હતી. જાહેર કંપનીઓનો હિસ્સો વેચવાનો મહત્વનો એજન્ડા હજી તેમની સામે છે. નાણાં પ્રધાનને આપેલી સલાહથી આ બાબતમાં ચોક્કસ મદદ મળી હશે. તેમને રોકાણ અને જાહેર સંપત્તિ મેનેજમેન્ટ (dipam) વિભાગ તરફથી લાવવામાં આવ્યા છે જેથી રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા અને સેબી જેવી સંસ્થાઓ સાથે સરકારના સંબંધોને સુધારી શકાય. તેની સામે સૌથી મોટો પડકાર એ છે કે નાણાકીય ખાધને નિયંત્રણમાં રાખવી.

તુહિનકાંત પાંડે, Dipam સચિવ –

તે 1987 બેચના ઓડિશા કેડરના અધિકારી છે. તેમની સામે સૌથી મોટો પડકાર આ નાણાકીય વર્ષમાં વિનિવેશમાંથી રૂ.1.05 લાખ કરોડ એકત્રિત કરવાના સરકાર દ્વારા નક્કી લક્ષ્યાંકને પૂરુ કરવાનો છે. તેમને એર ઇન્ડિયા, ભારત પેટ્રોલિયમ, શિપિંગ કોર્પોરેશન જેવી કંપનીઓના ખાનગીકરણને સુનિશ્ચિત કરવાનું છે. સરકારની આવક લક્ષ્ય કરતા ઓછી રહેવાની આશંકા છે, તેથી ખાનગીકરણ દ્વારા નાણાં એકત્ર કરવું વધુ મુશ્કેલ છે.

ટીવી સોમનાથન, ખર્ચ સચિવ-

સોમનાથન 1987ની બેચના તમિલનાડુ કેડરના અધિકારી છે અને તાજેતરમાં ખર્ચ સચિવ બન્યા છે. તેમણે 2015થી 2017ની વચ્ચે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં પણ કામ કર્યું છે. આ અનુભવનો ઉપયોગ કરીને તેમણે નાણાં પ્રધાનને શું સલાહ આપી તે આજે જોવા મળશસંજીવ સાન્યાલ, મુખ્ય આર્થિક સલાહકાર (પીઇએ) –

ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલ ઘણી વાર રિઝર્વ બેંક અને નાણાકીય ક્ષેત્રના લોકો સાથે મામલાઓમાં સલાહોની આપ-લે કરે છે. તે વેપાર અને વાણિજ્યના મુદ્દાઓ પરની સમિતિનો પણ એક ભાગ છે. તેમણે બજેટની સાથે આર્થિક સર્વેની તૈયારીમાં પણ સારું યોગદાન આપ્યું છે.

0Shares