- વિચારબેંક

સક્રિય રાજકારણમાં આવવા પ્રિયંકાએ 20 વર્ષ પહેલાં જ મનસૂબો ઘડેલો ?

દેશમાં ઘણા લાંબા સમયથી કોંગ્રેસનો તથા આમ જનતાનો એક મોટો વર્ગ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, એ જાહેરાત આખરે કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી છે અને નહેરુ-ગાંધી પરિવારના 11માં સભ્ય કહી શકાય તેવા પ્રિયંકા ગાંધીની હવે દેશની રાજનીતિમાં સક્રિય પ્રવેશ થઈ ચૂક્યો છે. સ્વતંત્રતાના આંદોલન પહેલાંથી ગણીએ તો મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનીયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી, રાહુલ ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી. આને એક તરફ એક જ ખાનદાનની દેશ માટે સૌથી દીર્ઘ સેવા ગણાવાય છે અને બીજી તરફ વંશવાદના રાજકારણનો દાગ લગાવાય છે. દેશસેવા બદલ બે વડાપ્રધાનોને ભારતે ગુમાવ્યા છે, જેઓ નહેરુ-ગાંધી પરિવારમાંથી જ હતા, તે બલિદાનની નોંધ લેવી ઘટે.

પ્રિયંકા ગાંધીને હાલ AICCના મહાસચિવનો હોદ્દો અપાયો છે અને તેની સાથે પૂર્વી ઉત્તરપ્રદેશની મહત્વની જવાબદારી પણ સોંપાઈ છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો આ પગલું અત્યંત મહત્વનુ, દૂરંદેશીભર્યુ, આશાવાદી અને સાથે સાથે સાહસપૂર્ણ પણ જણાય છે. ચૂંટણીઓના સમરાંગણમાં દેશના સૌથી મહત્વના અને હાલ ભાજપનો ગઢ બની ચૂકેલા ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા –ગાંધીને મેદાનમાં ઉતારવા તે કોંગ્રેસ, ભાજપ, બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટી જેવા ઉત્તરપ્રદેશના ચારેય મુખ્ય પક્ષોની સાથે દેશભરમાં ચાલી રહેલા મહાગઠબંધનના રાજકારણ ઉપર પણ તેનો પ્રભાવ પડશે તે નિશ્ચિત છે. વળી આ એ વિસ્તાર છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તથા  મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સંસદીય બેઠકો સામેલ છે.

આજસુધી દેશભરમાં ચર્ચાઓ થતી રહી છે કે પ્રિયંકા ગાંધી રાજનીતિમાં આવશે કે નહિ ? આવવી જોઈએ કે નહિં ! આવે તો સફળ થાય કે નહિં ? કોંગ્રેસને તેનો લાભ થાય કે નહિં ? દેશના રાજકારણમાં તેનાથી શું ફેર પડે ? વિગેરે વિગેરે.. આ તબક્કે 20 વર્ષ પહેલાંની મારી અમેઠી ખાતે પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત વાચકોના ધ્યાન પર મુકવા જેવી લાગે છે. સપ્ટેમ્બર-1999માં હું પ્રિયંકાના કાફલાની સાથે ઘણાં ગામડાઓ ફર્યો હતો. તે સમયે તેની સાથે પત્રકાર તરીકે પહોંચવું ઘણું અઘરું હતુ અને પ્રશ્નોત્તરીનો તો સવાલ જ ઉપસ્થિત થતો નહોતો. રાજીવ ગાંધીની હત્યા બાદ તે પરિવારની સલામતિ માટે વહિવટીતંત્ર અત્યંત ચુસ્ત હતુ. એક સ્વતંત્ર પત્રકાર તરીકે વ્યક્તિગતસ્તરે ઘણી રોચક અને સંઘર્ષપૂર્ણ રહેલી મારી તે મુલાકાત નવનિર્માણ સાંધ્ય દૈનિક ઉપરાંત અન્ય અખબારમાં પ્રગટ થયેલી. તેની આજના સંદર્ભમાં નોંધ લેતા સમજાય છે કે પ્રિયંકા  ગાંધી તે સમયથી જ પોતાના રાજકારણ પ્રવેશ માટે સ્પષ્ટ હતા.

તે સમયનો માહોલ કેવો હતો તેની કેટલીક રસપ્રદ વાતો તાજી કરવા જેવી છે. તે સમયે અમેઠીનો સીન જોવા જેવો હતો. પ્રિયંકાનો મુકામ ત્યાનાં મુનશીગંજ ગામમાં આવેલી સંજય ગાંધી હોસ્પિટલમાં હતો. પોતે સવારે આઠેક વાગે ઉઠી તૈયાર થઈ નવ વાગ્યાથી અગત્યની મિટીંગ કરવા માંડે અને દસ વાગ્યા બાદ ગામડાઓ ખૂંદવા નીકળી પડે. રાત્રે સાડા દસ પછી પરત ફરીને ડીનર લીધા બાદ અગિયાર વાગ્યાથી કાર્યકર્તાઓ, બ્લોકસ્તરના આગેવાનો તથા સામાન્ય લોકોને મળવાનો કાર્યક્રમ શરૂ થઈ જાય અને તે મધ્યરાત્રિનાં સાડા ત્રણ વાગ્યાથી ચાર અને ક્યારેક વહેલી સવારનાં પાંચ વાગ્યા સુધી ચાલ્યા કરે. ત્રણચાર કલાકના આરામ બાદ બીજે દિવસે પુનઃનિત્યક્રમ શરૂ કરી દે.  પ્રિયંકાનો સ્ટાફ તથા એસ.પી.જી.ના જવાનો થાકીને લોથપોથ થઈ જાય પણ પ્રિયંકાની ગજબની સ્ફુર્તિ સામે તેઓ લાચાર હોય ! પ્રિયંકા ગામડે-ગામડે ફરી રહ્યા હતા. કોઈક સ્થળે 200 માણસ તો ક્યાંક 500, ક્યાંક વળી માત્ર 50 અને જ્યાં જાય ત્યાં વધુને વધુ લોકો જોડાતા જાય. લોકો સૂત્રોચ્ચાર કરતા હતા..

દેખ પ્રિયંકા કી શરૂઆત, યાદ હુઈ સબકો ઔકાત
કહે સોનિયા બડા અમેઠી, લિખ દિલ્હી કા ભાગ્ય અમેઠી

દેશ કી માટી કરે પુકાર, બને સોનીયા કી સરકાર

ગામડે ગામડે પ્રિયંકાનો જયજયકાર.. તેની લોકપ્રિયતા જાણે બુલંદી પર..  લોકોને તેના પર જબરો વિશ્વાસ.. ગરીબોની આશા જાણે એકમાત્ર પ્રિયંકા.. પ્રિયંકાની મૃદુ વાણીમાં લોકોને નિષ્ઠા અને પ્રમાણિકતાના દર્શન થાય.. તાળીઓનાં ગડગડાટ બાદ શાંતિ છવાય એટલે પ્રિયંકાનું ટુકું અને મુદ્દાસર પ્રવચન શરૂ થાય.. 

ભાઈઓ ઔર બહિનો, સબસે પહેલે મૈ આપકી માફી માંગતી હું કિ આપલોગોં કો મેરે લિયે ઈન્તજાર કરના પડા, સબ ગાંવ મેં લોગ રોક લેતે હે ઈસીલિયે થોડી બહુત દેરી હો જાતી હૈ.આજ સાતવા યા આઠવા દિન હૈ મેરા… આપ લોગ રાજીવજી કો અચ્છી તરહ જાનતે હૈ, યહાં જો ભી વિકાસ હુઆ હૈ વહ રાજીવજીને હી કીયા હૈ, પિછલે સાલોમેં જો વિકાસ હોના ચાહિએ થા વો નહિ હુઆ ઉસકા મતલબ યે હૈ કિ જો ભી આપકા પ્રતિનિધિ રહા, ઉસકે દિલ મેં આપકે લિયે દર્દ કમ હૈ… રાજીવજી કો આપ લોગોં કે લિયે બહોત પ્યાર થા. વે દિનરાત આપકી ચિંતા કરતે થે. આજ સોનીયાજી યહાં સે ચુનાવ લડ રહી હૈ… મેં ઉનકી બેટી  હું. મૈં ઉનકા દિલ જાનતી હું, મૈં આપકો ભરોસા દિલાતી હું કિ રાજીવજી કે દિલમેં આપ લોગોં કે લિયે જીતના પ્રેમ થા, સન્માન થા વોહિ પ્યાર ઔર સન્માન સોનીયાજી કે દિલમેં હૈ…

આપકો આપકા કર્તવ્ય નિભાના હોગા ઔર તીન તારીખ કો આજ કી તરહ ઘર સે બહાર નિકલિયે ઔર સોનીયાજી કો વોટ દેકર ઉસે ભારી સે ભારી બહુમત સે જીતાઈએ. મૈં આપસે વાદા કરતી હું કિ આપ કે વિકાસ કા કાર્ય ફિર સે તેજી સે શુરૂ હો જાયે !!.. હમ આપકો નિરાશ નહિ કરેગે..

લોકો ગદ્દગદ્દ થઈ જાય છે અને કાફલો આગળ વધતો રહે છે.

 

મેં રૂબરૂ વાતચીતનો પ્રસ્તાવ કરી દીધેલો. કેટલાક ગામડાઓની સભાઓ સામાપ્ત કર્યા બાદ સામે ચાલીને પ્રિયંકાએ પોતાના વચનનું પાલન કરતી હોય, તેમ સામે ચાલીને મને બોલાવીને વાતચીત કરી. મારો પ્રથમ પ્રશ્ન જ એ હતો કે તેનો ચૂંટણી પ્રચાર એ તેને માટે ભાવનાનો વિષય છે ? કર્તવ્ય છે ? કે મજબૂરી છે ? અને તેણે કહેલું કે, મજબૂરી નથીભાવના તો છેપણ ખાસ તો મારી માં પ્રત્યે મારૂં કર્તવ્ય છે. સમયે મારે મારી માતાને મદદ કરવી જોઈએ અને હું કરી રહી છું. મારો એક પ્રશ્ન એવો હતો કે, આ દેશની ખૂબીઓ અને ખામીઓ વિષે આપનું શું કહેવું છે ? ત્યારે તે હસી પડેલા અને કહેલું કે, હે ભગવાન, પ્રશ્ન તો એવો છે કે એનો બહુ લાંબો જવાબ આપવો પડે! મેં જ્યારે પૂછેલું કે, આપની પર ઈન્દિરાજી તથા રાજીવજીનો ખાસ્સો પ્રભાવ જોવા મળે છે. એઓના ક્યા સદ્દગુણોથી આપ સૌથી વધારે પ્રભાવિત છો ? પ્રિયંકાનો જવાબ હતો કે, એમનાં દિલમાં સચ્ચાઈ હતી. તેઓ દેશને સમર્પિત હતા. તેમણે પોતાનો સ્વાર્થ કદી જોયો અને રાતદિવસ જોયા વગર દેશ માટે પોતાનું કર્તવ્ય બજાવ્યે રાખ્યું. ગરીબોની તેઓ સતત ચિંતા કરતા. હું બધી બાબતોથી ખાસ પ્રભાવિત છું.

મેં દેશના સંદર્ભમાં પણ પ્રશ્નો કરેલા. મેં પૂછેલું કે, દેશમાં જે રીતે કટ્ટરવાદ આકાર લઈ રહ્યો છે. હિંસાનો પ્રભાવ વધતો જોવા મળે છેઆનો ઈલાજ શો હોઈ શકે ? તેણે તુરંત જ જવાબ આપેલો કે, જુઓ, હિંસાનો એક જવાબ હોઈ શકે અને તે છે અહિંસા. મહાત્મા ગાંધીએ સૂચવેલા પ્રેમ અને અહિંસાના માર્ગે આવી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. મેં બીજા પણ પ્રશ્નો પૂછેલા, પરંતુ એક પ્રશ્ન તેમના સક્રિય રાજકારણ પ્રવેશ અંગેનો હતો કે, તમે તમારા પિતાશ્રીની લાડકી દિકરી હતા. તમારા પિતાશ્રીનાં અધૂરા સ્વપ્નો પૂરા કરવા માટે તમે પણ કંઈક વિચારતા હશો ? તેનો જવાબ હતો : જુઓ, રાજીવજી માટે રાજનીતિ સત્તાની બાબત હતી નહી. એમનું સ્વપ્ન હતું કે ગરીબોને મદદરૂપ થવું. જે લોકો પછાત છે તેમની મદદ કરવી. લોકોનું જીવન ધોરણ ઉંચુ આવે એવા કાર્યો કરવા અને હું કામ કરીશ. પુરી નિષ્ઠાથી કરીશ, પરંતુ હાલ હું કાર્યો રાજકીય ધોરણે કરવા નથી ઈચ્છતી. બીજા પણ કેટલાયે રસ્તાઓ છે ગરીબોને મદદ કરવાનાં..

મારો છેલ્લો પ્રશ્ન હતો કે, આપની અંદર રહેલી એક પ્રિયંકા જે છે, તે દેશ માટે શું કરવા ઈચ્છે છે ? કંઈક તો યોગદાન આપવા ઈચ્છતી હશે ને ? પ્રિયંકાએ ખૂબ સહજતા અને પ્રમાણિકતાપૂર્વક ઉત્તર આપેલો કે, બિલકુલ, દિલમાં દર્દ છે, લોકોનાં પ્રશ્નો જાણીને દિલમાં દુઃખ થાય છે.

0Shares