- જન પ્રતિનિધિ

અહમદ પટેલઃ સત્તામાં નહીં પણ સેવામાં રસ

ગુજરાતમાં મુસ્લિમ નેતાગીરી નબળી છે. આ માહોલમાં કોઈ ગુજરાતી મુસ્લિમ નેતા રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનો પ્રભાવ ઉભો કરે અને દાયકાઓ લગી આ પ્રભાવ જળવાય એ ઘટના વિશેષ કહેવાય. આ વિશેષ ઘટનાનું
નામ અહમદ પટેલ છે કે જે છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી રાષ્ટ્રીય રાજકારણમાં એક મહત્વનું પાત્ર બનીને રહ્યા છે.

ભરૂચ જિલ્લાના નાનકડા પિરામણ ગામમાં 21 ઓગસ્ટ, 1949ના રોજ જન્મેલા અહમદભાઈ મોહમ્મદભાઈ પટેલની રાજકીય કારકિર્દી ભારે રોમાંચક રહી છે. અહમદ પટેલ સતત લાઈમલાઈટમાં રહ્યા છે ને  આવી રાજકીય
કારકિર્દી બહુ ઓછા રાજકારણીઓને મળે. 

1976માં માત્ર 27 વર્ષની ઉંમરે ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતીને રાજકીય સફર શરૂ કરનારા પટેલ 1977માં માત્ર 26 વર્ષની ઉંમરે જ ભરૂચ લોકસભા બેઠક જીત્યા હતા ને ઓ વખતે સૌથી યુવાન સાંસદ બન્યા
હતા. અહેમદ પટેલની એ વખતની જીતે ઇન્દિરા ગાંધી સહિતના દિગ્ગજ કોંગી નેતાઓને પણ ચોંકાવી દીધા હતા. 

એ પછી 1980 અને 1984માં ફરી જીતીને તેમણે હેટ્રિક કરી પણ 1989માં પહેલી વાર ભાજપના ચંદુભાઈ દેશમિખ સામે હાર્યા. 1991માં ફરી હાર્યા પછી તેમણે લોકસભાની ચૂંટણૂ લડવાનું છોડ્યું અને 1993માં  પહેલી વાર
રાજયસભાના સાંસદ બન્યા. એ પછી તેવધુ ચાર વાર રાજ્યસભામાં ગયા ને ગુજરાતમાં સળંગ પાંચ વાર રાજ્યસભાની ચૂંટણીમાં જીતનારા એક માત્ર નેતા છે.

આ રીતે સળંગ રાજ્યસભામાં જીત એ અહમદ પટેલના કોંગ્રેસના પ્રભાવનો પુરાવો છે. આ પ્રભાવ 1977ની જીતથી જ શરૂ થઈ ગયેલો. રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા પછી એ પ્રભાવ વધ્યો. રાજીવ ગાંધીના રાજકીય
સલાહકર રહેલા અહદમ પટેલને રાજીવ ગાંધીએ વડાપ્રધાન બન્યા પછી પોતાના રાજકીય સચિવ નિમેલા. 

વર્ષો પછી સોનિયા રાજકારણમાં આવ્યાં ત્યારે તેમણે પણ અહમદ પટેલને પોતાના રાજકીય સલાહકાર બનાવેલા. 1988માં જવાહરલાલ નહેરુની જન્મ શતાબ્દિ વખતે રાજીવે તેમને જવાહર ભવનના ટ્રસ્ટી નિમિને એક
વર્ષમાં જવાહર ભવનના નિર્માણનું કામ સોંપેલું. 

દસ વર્ષથી અટવાયેલું કામ એક જ વર્ષમાં પૂરું કરીને અહમદ પટેલે સૌને દંગ કરી દીધેલા. એ વખતે કોમ્પ્યુટર અને સોલર પેનલ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમણે સૌને દંગ કરી દીધા હતા. આ રીતે
નહેરૂ-ગાંધી પરિવારનો વિશ્વાસ સંપન્ન કર્યા પછી તે આજીવન આ પરિવારની સાથે રહ્યા. 1990ના દાયકામાં કોંગ્રેસની નેતાગીરી સાથે મતભેદ થતાં તે થોડોક સમય રાજકારણમાંથી નિષ્ક્રિય થયેલા પણ એ સિવાય તે
સક્રિય રહ્યા છે.

ગુજરાત માટે પણ અહમદ પટેલે ઘણું કામ કર્યું છે. 1987માં સરદાર સરોવર પ્રોજેક્ટ પર નજર રાખવા માટે તેમણે નર્મદા મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરાવી હતી. નર્મદા પ્રોજેક્ટનું કામ એ પછી આગળ વધ્યું. ભરૂચ
અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશનનો વિકાસ, બંને શહેરોનો ઔદ્યોગિક વિકાસ, નર્મદા નદી પર પુલનું નિર્માણ વગેરે પટેલની જ દેન છે.

અહમદ પટેલ એવા નેતા છે કે જેમણે પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કદી પણ સત્તા માટે ના કર્યો. તેમણે ધાર્યું હોત તો એ કેન્દ્રીય કેબિનેટમાં મોટું મંત્રાલય મેળવીને પ્રધાન બની શક્યા હોત પણ તેના બદલે તેમણે
સંગઠનમાં રહેવાનું મુનાસિબ માન્યું. એ હંમેશાં સત્તાથી દૂર રહ્યા ને સત્તા ભોગવવાના બદલે સેવાને તેમણે પ્રાધાન્ય આપ્યું.

0Shares