- TECHNOLOGY, Trending News

પાસપોર્ટની અરજી કરતા પહેલા વાંચો આ ખબર, નહીં તો થશે મોટું નુકસાન

જો તમે પણ પાસપોર્ટ માટે અરજી કરવા જઇ રહ્યા છો, તો સાવચેત રહો. કારણ કે આ સમયે ઇન્ટરનેટ પર લાખોની નકલી વેબસાઈટ્સ ચાલી રહી છે, જે લોકોને છેતરી જાય છે. આવી સ્થિતિમાં પાસપોર્ટ વિભાગ દ્વારા અનેક બનાવટી સાઈટ્સના નામ બહાર પાડવામાં આવ્યા છે, આ વેબસાઈટમાં પાસપોર્ટના નામે લોકો છેતરાઈ રહ્યાં છે.

આજે અમે આ સમાચારમાં તમને કેટલીક વેબસાઈટો વિશે જણાવીશું, જેનાથી તમે હેકર્સનો શિકાર થતાં બચી જશો. આ નકલી વેબસાઈટ વિશેની માહિતી વિદેશ મંત્રાલયે આપી છે. તો ચાલો જાણીએ આ નકલી બનાવટી વેબસાઈટ્સ વિશે…

આ વેબસાઈટ https://www.passport-india.in/ પર તમારો ડેટા લીંક થઈ શકે છે.

આ સાઈટ પર http://www.passport-seva.in/ તમારો ડેટા લીક થઈ શકે છે અને હેકર્સ તમને છેતરી શકે છે. તે પણ શક્ય છે કે આ વેબસાઇટની મુલાકાત લેવાથી તમારા ફોનમાં વાયરસ પહોંચી શકે છે.

જો તમે આ સાઈટ https://www.indiapassport.org/ પર જઈને પાસપોર્ટ માટે અરજી કરો છો, તો તમારો ડેટા લીક થઈ જશે. આ સિવાય તમારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી પણ થઈ શકે છે.

તમે સરકારની આ સત્તાવાર સાઈટ www.passportindia.gov.inની મુલાકાત લઈને પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આ સાઇટ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આ સત્તાવાર વેબસાઈટ છે.

વેબસાઈટ સિવાય તમે એપ્લિકેશન દ્વારા પણ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આ એપ્લિકેશનનું નામ છે એમ પાસપોર્ટ સેવા. આ એપ્લિકેશન Android અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તમે આ એપ્લિકેશનને તમે પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો.

0Shares