- TECHNOLOGY, Trending News

સોશિયલ મીડિયા પર ભૂલથી પણ શેર ન કરો આ પ્રકારની જાણકારીઓ, થશે મોટું નુકસાન

આજના જમાનામાં લોકો સૌથી વધારે ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરે છે. આ એપ્સ મારફતે જ લોકો પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે જોડાયેલા રહે છે. પરંતુ ઘણીવાર લોકો આ પ્લેટફૉર્મ પર પોતાનો ફોન નંબર, ઘરનું સરનામુ અને બેંક એકાઉન્ટ જેવી જાણકારીઓ શેર કરી દે છે, જ્યાર બાદ તેઓ મુસીબતોમાં ફસાઈ જાય છે. સાથે જ તેમની ખાનગી જાણકારીઓ પણ લીક થઈ જાય છે.

જન્મની તારીખ

સોશિયલ મીડિયા સાઈટ્સ પર જન્મની સાચી તારીખો શેર ન કરવી જોઈએ, કેમ કે તેનાથી તમારા ખાનગી ડાટાને જોખમ થઈ શકે છે. હેકર્સ તમારી ખાનગી જાણકારી એકઠી કરી તમને ચૂનો પણ લગાવી શકે છે. તો એવામાં સોશિયલ મીડિયા પર જન્મની તારીખ શેર ન કરો.

મોબાઈન નંબર

મોટાભાગે લોકો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઈટ પર પોતાનો સાચો ફોન નંબર નાખી દે છે, જેનાથી તેમના મિત્ર અને સંબંધીઓ તેમની સાથે સરળતાથી કનેક્ટ રહી શકે. પરંતુ હેકર્સ લોકોને સાચો મોબાઈલ નંબરનો ખોટો ઉપયોગ કરી શકે છે, જેનાથી લોકો મુશ્કેલીમાં ફસાઈ શકે છે. તો એવામાં ખાનહી ફોન નંબર ભૂલથી પણ સોશિયલ મીડિયા પર ન નાખો. જો કે, લોકો ખાનગી નંબરની જગ્યાએ બીજા નંબરનો ઉપયોગ કરી શકે છે.

ઘરનું સરનામું

સોશિયલ મીડિયા સાઈટ્સ પર પોતાના ઘરનું સરનામું શેર ન કરવું જોઈએ, કેમ કે તેનાથી તમને અને તમારા પરિવારને નુકસાન પહોંચી શકે છે. તો એવામાં પોતાના અને પોતાના પરિવારની સુરક્ષા માટે ભૂલથી પણ સોશિયલ મીડિયા સાઈટ્સ પર ઘરનું સરનામું ન નાખો.

બેંક અને એટીએમ કાર્ડથી જોડાયેલી જાણકારી

મોટાભાગે લોકો સોશિયલ મીડિયા સાઈટ્સ ઉપયોગ કરવામાં એટલા ખોવાઈ જાય છે કે તે આ સાઈટ્સ પર બેંક અને એટીએમ સાથે જોડાયેલા જાણકારીઓ મિત્રો સાથે શેર કરી દે છે. જ્યારે, હેકર્સ પણ લોકોની આ ભૂલનો ફાયદો ઉઠાવીને બેંક ખાતામાં ગાબડું પાડી દે છે. તો એવામાં ભૂલથી પણ સોશિયલ મીડિયા સાઈટ પર આ પ્રકારની જાણકારી શેર ન કરો.

0Shares