- TECHNOLOGY, Trending News

છેતરપિંડી સામે Paytmની લાલ આંખ, યુઝર્સ માટે લોન્ચ કર્યું આ ખાસ ફીચર્સ

થોડા દિવસથી Paytm દ્વારા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત હાલમાં જ પેટીએમના પેમેન્ટ બેન્ક (PPB)ના ગૃહ મંત્રાલય, ટ્રાઈ અને સીઈઆરટી-ઈન એજન્સીને 3500 ફોન નંબરની યાદી આપી છે.

આ ફોન નંબર દ્વારા ગ્રાહકોને છેતરપિંડીની જાળમાં ફસાવવા માટે ફોન કરવામાં આવે છે. હવે Paytm પેમેન્ટ બેંકે એક વિશેષ સુવિધા રજૂ કરી છે. આ સુવિધા વપરાશકર્તાઓને આવી શંકાસ્પદ એપ્લિકેશનોથી ચેતવશે કે જેનાથી છેતરપિંડીની શક્યતા છે.

કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ આ સિક્યુરિટી ફીચર વપરાશકર્તાઓના ડિવાઇસ પરની એપ્સને સ્કેન કરશે. જો આવી કોઈ એપ મળી આવે તો વપરાશકર્તાનું બેંક એકાઉન્ટ જોખમમાં છે, તો તે સિક્યુરિટી એલર્ટ આપશે.

એલર્ટનો અર્થ એ છે કે તમારે આ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવી જોઈએ. જો તમે આ નહીં કરો, તો પેમેન્ટ્સ બેંક સાથે કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. ટ્રાન્ઝેક્શન પર હાજર જોખમના લેવલના આધારે AI અથવા તો ટ્રાન્ઝેક્શનને ધીમુ કરશે અથવા ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય તે પહેલા બ્લોક કરી દેશે.

તાજેતરમાં Paytm પેમેન્ટ બેંકે ગૃહ મંત્રાલય, ટ્રાઈ અને સીઈઆરટી-ઈનને 3500 ફોન નંબરોની યોદી સોંપી છે. આટલું જ નહીં Paytm પેમેન્ટ બેંકે છેતરપિંડીને અટકાવવા માટે આ લોકો વિરુદ્ધ સાયબર સેલમાં એફ.આઈ.આર. નોંધાવી છે. તમને જણાવી દઈએ કે, ટ્રાઈ ટેલિકોમ કંપનીઓનું નિયમન કરનારી સંસ્થા છે, જ્યારે સીઈઆરટી-ઈન કોમ્પ્યુટર સુરક્ષા સંબંધી કેસમાં કાર્યવાહી કરનાર એજન્સી છે.

0Shares